માળિયાહાટીના:
માળિયાહાટીના વડીયા ગ્રામપંચાયતની ચૂંટણીમાં એક અનોખી સ્પર્ધા જોવા મળી, જ્યાં કાકા અને ભત્રીજાએ આપસમાં જ ચૂંટણી લડી. બંનેએ કોઈ વેર-ઝેર વગર ગામના વિકાસ માટે મેદાનમાં ઊતરવાનું નક્કી કર્યું હતું.
આ ચૂંટણીમાં ભત્રીજા સોનીગ સિંધવે 61 મતોના તફાવતથી જીત હાંસલ કરી છે, જ્યારે કાકા પરાજિત થયા છે. જીત પછી સોનીગ સિંધવે ખૂબ સમજદારીભર્યો નિવેદન આપતાં જણાવ્યું હતું કે “હું આજેય કાકા સાથે છું, અમારા સંબંધો આજે પણ મજબૂત છે. અમે કોઈ વેર ઝેર વગર ચૂંટણી લડી હતી અને હવે ભવિષ્યમાં પણ ગામના વિકાસ માટે કાકા સાથે મળીને કામ કરશું.”
આ સુંદર વ્યવહારિક સ્પર્ધા ગામમાં ચર્ચાનો વિષય બની છે. લોકો બંનેના સમજદારીપૂર્ણ વલણની પ્રશંસા કરી રહ્યા છે.
આ વિધાનસભાની ચૂંટણીમાં વિવાદ કે ઘર્ષણ વગર કાકા અને ભત્રીજાએ ગામના કામ માટે મતદારોની વચ્ચે જાતજાતની યોજનાઓ લઈને ગયા હતા અને બંનેએ પોતાના મીઠા સંબંધો જાળવતા એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રિપોર્ટર: મનોજ દરજી, માળિયાહાટીના