માળિયા હાટીના ખાતે તાલુકા કક્ષાએ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઇ…આ તકે ગાંધીનગર થી કાયદા સચિવ રહ્યા ખાસ ઉપસ્થિતિ..

જૂનાગઢ

માળિયા હાટીના ખાતે તાલુકા કક્ષાએ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ પણ આપવામાં આવી તો શાળામાં પ્રવેશ મેળવનાર વિકલાંગ બાળકોને પણ જરૂરી વસ્તુની કીટ વધારાની અપાઈ…

આ તકે ખાસ ગાંધીનગર થી કાયદા સચિવ ઓધવજીભાઇ બાવળિયા, ટીડીઓ પાવરા, સરપંચ જીતુભાઈ સિસોદિયા, વાલી મંડળના મહેન્દ્રભાઈ ગાંધી, આચાર્ય શિતળબેન છગ, નરેન્દ્ર ભંભાના, સહિત સીક્ષણ ક્ષેત્રે સંકળાયેલા આગેવાનો રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે માળિયા ના પ્રથમ આર્મી લેફ્ટનેન્ટ મેહુલ જોષી પણ ઉપસ્થિતિ રહ્યા હતા..

આ તકે અભ્યાસ માં નવા દાખલ થયેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠા મોઢા કરી આવકાર્યા…

આ તકે આગેવાનો દેરા સારું શિક્ષણ મેળવી અને નશાથી મુક્ત રહી ભવિષ્યના સભ્ય સમાજના સભ્યો બની સમાજને ઉજ્જવલ બનાવો તેવી શુભેચ્છા વિદ્યાર્થીને આપી હતી..

અહેવાલ :- પ્રતાપ સિસોદિયા (માળીયા હાટીના)