માળીયા હાટીનાં ગળોદર ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ, ૫૧ કુંડી શતચંડી યજ્ઞનું ઉત્સાહી આયોજન!

માળીયા હાટી (ગળોદર): માલીયા હાટી તાલુકાના ગળોદર ગામમાં ધાર્મિક ઉલ્લાસ સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ થયો છે. આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ માટે આ ભાગવત સપ્તાહ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સિંધવ પરિવારના પવિત્ર આયોજન હેઠળ ૨૩ થી ૨૫ એપ્રિલ દરમિયાન ૫૧ કુંડી શતચંડી મહાયજ્ઞ પણ વિપુલદવેની અધ્યક્ષતામાં યોજાશે.

પ્રથમ દિવસે શ્રી પીઠળ માતાજીના મંદિરથી પોથીયાત્રા સાથે કથા મંડપમાં પોથી પધરામણી અને પૂજન વિધિ હાથ ધરવામાં આવી. કથાવાર્તા દરમિયાન નૃસિંહ જન્મ, વામન અવતાર, રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજન તથા રૂક્ષમણી વિવાહ જેવા પાવન પ્રસંગો ઉજવાશે.

કથાકાર શ્રી શ્યામ ઠાકર દ્વારા સંગીતમય શૈલીમાં રોચક રીતે ભાગવત કથા સંભળાવવામાં આવશે. દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી કથા ચાલશે. ખાસ કરીને 24 એપ્રિલે રાત્રે લોકપ્રિય કલાકારો માયા આહીર અને ભરતદાન ગઢવીનો લોકડાયરો આયોજિત છે.

ધાર્મિક કાર્યક્રમોમાં ધૂન મંડળીઓ રાત્રે ભક્તિમય પ્રવૃત્તિઓ કરશે તેમજ અનેક ધામોના સંતો તથા આઈ માના આશીર્વચનો પ્રાપ્ત થશે. સિંધવ પરિવાર તરફથી તમામ ધાર્મિક પ્રેમીઓને ઉપસ્થિત રહી આ પવિત્ર કાર્યક્રમનો લાભ લેવા તથા મહાપ્રસાદીનો આનંદ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર : પ્રતાપ સીસોદીયા – માલીયા હાટી