માળીયા હાટીના, તા.૨૧:
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માળીયા હાટીના તાલુકાના સરપંચો સાથે સ્પષ્ટ સંવાદ યોજી ગ્રામ્ય વિકાસ માટે નવીન પહેલ હાથ ધરવામાં આવી. તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ કુલ ૧૪૦ જેટલા લોકપ્રશ્નો રજૂ કર્યા હતા.
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસીયાે તમામ પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી અને સંબંધિત વિભાગોના અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા અને જવાબદારીપૂર્વક લેખિત જવાબો તૈયાર કરી આગામી તાલુકા સંકલન સમિતિની બેઠકમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો.
कार्यક્રમમાં ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંવાદ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામડાઓના જ્વલંત પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવો અને વિકાસપ્રક્રિયામાં ઝડપી ગતિ લાવવી હતો.
સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન પાણીની સમસ્યા, રસ્તાઓની દુર્દશા, આરોગ્ય સુવિધાઓ અને શિક્ષણથી જોડાયેલા અગત્યના પ્રશ્નો સરપંચોએ ઉઠાવ્યા હતા. કલેક્ટરે સમગ્ર પ્રક્રિયાને વ્યાવસાયિક અને જવાબદારીપૂર્વક આગળ ધપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આવો પ્રથમ વખત તાલુકા સ્તરે સરપંચો અને વહીવટીતંત્ર વચ્ચે યોજાયેલો સંવાદ કાર્યક્રમ સકારાત્મક વિચારવિમર્શ અને ઉકેલ દિશે સ્પષ્ટ માર્ગદર્શન આપતો એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો છે. ગ્રામ્ય વિકાસ માટે આવો સંવાદ સતત યોજાય એવી લોકમંગલ આશા વ્યક્ત કરવામાં આવી છે.
અહેવાલ: પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના