માળીયા હાટીના, તા.૨૧:
માળીયા હાટીનાના અલીસાહ બાગ ખાતે આરોગ્ય કેન્દ્ર ભંડૂરી દ્વારા રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ બ્લડ ડોનેશન કેમ્પને તાલુકા હેલ્થ ઓફિસર માળીયા હાટીનાના માર્ગદર્શન હેઠળ સુસંગત આયોજન પ્રાપ્ત થયું હતું.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, તાલુકા પંચાયતના સદસ્યગણ, તેમજ તાલુકા ભાજપના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ ગામોના સરપંચશ્રીઓએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી.
કેમ્પ દરમિયાન કુલ ૩૨ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે સામાજિક સહકાર અને જનજાગૃતિનું દ્રષ્ટાંત છે.
આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડૂરીની મેડિકલ ઓફિસર ડૉ. સ્વપ્ના ભરડા અને તેમની ટીમે સતત ભરી જહેમત કરી હતી.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભી અને ડૉ. સ્વપ્ના ભરડા દ્વારા કેમ્પની પાછળ રહેલી તૈયારી અને આરોગ્ય માટે રક્તદાનનું મહત્વ અંગે વિગતવાર માહિતી આપી હતી.
અહેવાલ: પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના