માળીયા હાટીના અને ચોરવાડ પોલીસે રૂ. 2.70 લાખના વિદેશી દારૂનો નાશ કર્યો!

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને ચોરવાડ પોલીસ સ્ટેશનો દ્વારા રૂ. 2,70,316 કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી મેંદરડા નાયબ કલેકટર ભાવેશ ગરચર અને ઇન્ચાર્જ DySP બી.સી. ઠક્કરની ઉપસ્થિતિમાં કરવામાં આવી.​

માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.સી. પટેલ અને ચોરવાડ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આઈ. મંધારા સહિતના પોલીસ સ્ટાફની હાજરીમાં, માળીયા હાટીના પોલીસ સ્ટેશનના કુલ 1902 બોટલ અને ચોરવાડ પોલીસ સ્ટેશનના 375 બોટલ પર જેસીબી મશીન ફેરવીને નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી નશાબંધી PSI એસ.એન. કોદાવલા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી.​

આ પગલાંથી વિદેશી દારૂના અવૈધ વેપાર પર કડક નિયંત્રણ લાવવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા આવા ગુનાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અહેવાલ: પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના