માળીયા હાટીના: આશીર્વાદ ચેરી ટ્રસ્ટ અને રણછોડદાસજી આંખની હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આંખના નિઃશુલ્ક કેમ્પનું આયોજન!

માળીયા હાટીના શહેરમાં આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ અને સુનિધિ ચેરી ટ્રસ્ટના આર્થિક સહયોગથી, રણછોડદાસજી આંખની હોસ્પિટલ દ્વારા આંખની સારવાર માટે વિશાળ નિઃશુલ્ક કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી, જ્યાં તેમની આંખોની તપાસ, જરૂરી સારવાર તથા જો જરૂરી હોય તો ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ. આશીર્વાદ ચેરી ટ્રસ્ટના મહેન્દ્ર ગાંધીએ જણાવ્યું હતું કે, “આ કેમ્પના માધ્યમથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે 20 હજારથી વધુ દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે. અમારું મિશન છે કે સૌને આરોગ્યની સમાન સુવિધા મળે, ખાસ કરીને નબળા અને પછાત વર્ગ માટે.”

હાલના કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમે દર્દીઓની આરોગ્ય તપાસણી કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું.

આ રીતે સતત સેવા કાર્ય અને માનવ કલ્યાણ માટે કાર્યરત આશીર્વાદ ચેરી ટ્રસ્ટ અને તેમની સહયોગી સંસ્થાઓનું લોકપ્રતિનિધિઓ અને જનસામાન્ય દ્વારા પણ હાર્દિક વખાણ કરવામાં આવી રહ્યું છે.

અહેવાલ: પ્રતાપ સિસોદિયા, માળીયા હાટીના