માળીયા હાટીના તાલુકામાં લોકશાહીનો મહોત્સવ: 22 જૂને 12 ગ્રામ પંચાયતો માટે મતદાન, તંત્ર ચુસ્ત તૈયારીમાં

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં 22 જૂન, 2025ના રોજ કુલ 12 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે. લોકશાહીનો રંગ ચડે તેવો દિવસ ગણાતી આ ચૂંટણીમાં જૂના ગઠબંધનો ખેલ ફરી ખીલે કે નવો સંજોગ સર્જાય – એ જોવું રોચક બન્યું છે.

ચૂંટણીના પૂર્વ દિવસે જ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી હતી. મતપેટીઓ, બેલેટ પેપર તથા ચૂંટણી માટે જરૂરી સામગ્રી સાથે અધિકારીઓને મતદાન મથકો તરફ રવાના કરાયા છે. શાંતિપૂર્ણ અને ન્યાયસંગત ચૂંટણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ચૂંટણી અધિકારી કે.કે. વાળા તથા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા ચૂંટણી પ્રક્રિયાનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે. તેમજ P.I. મિતુલ પટેલ, P.I. સલમા સુમરા, P.I. મંધરા તથા PSI એમ.એમ. હિંગોરા સહિતનો પોલીસ સ્ટાફ કમાન પર તૈનાત છે.

મોટા પાયે મતદાન જાનડી, જૂથળ, બાબરા, ભંડુરી, ચૂલડી અને વડિયા આ છ ગામોમાં યોજાશે. જ્યારે ખોરસા-ગિર ગામમાં મધ્યસ્થ ચૂંટણી યોજાવાની છે.

તેમજ સરપંચપદ માટે ખાલી રહેલી 5 ગ્રામ પંચાયતો – ડાંડેરી, પરિણામી, સરકડીયા, લાછડી અને શેરીયાખાણ – માટે પણ મતદાન યોજાશે.

લોકશાહીની આ પ્રક્રિયામાં ગ્રામજનો જાગૃત રૂપે ભાગ લઈને યોગ્ય નેતૃત્વ પસંદ કરે તેવી અપેક્ષા છે.

📍અહેવાલ: પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીણા