માળિયા હાટીના
હાલ ચોમાચા નો માહોલ છે અને સિંહો જંગલ ની બહાર ખેતી વિસ્તાર માં નીકળી પડતા હોય છે ત્યારે જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના ખોરાસા ગીર અને પાત્રા ગીર ગામ વચ્ચે એક સિંહણ અને બે બચ્ચા ના મૃતદેહ મળી આવતા ખળભળાટ થવા પામ્યો હતો ત્યારે વન વીભાગ ના અધિકારી અને તેમની ટિમ ઘટના સ્થળ પર પહોંચી હતી
જ્યારે ઘટના સ્થળ પર મીડિયા પહોંચ્યું અને કવરેજ કરવા ઉતર્યું ત્યારે વન વિભાગ ના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા મીડિયાને કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા તેમજ વન વિભાગ ના ફોરેસ્ટ ઓફિસર અને RFO ચૌધરી દ્વારા મીડિયાને ચોખ્ખું ના કહી દેવામાં આવ્યું હતું અને ઘટના સ્થળ થી દૂર રાખવામાં આવ્યા હતા પરંતુ મીડિયા દ્વારા મહામહેનતે કવરેજ કરવામાં આવ્યું હતું જ્યારે સિંહોના મૃતદેહો ને વન વિભાગ દ્વારા તાત્કાલિક નદી અને ખેતર માંથી ઉપાડી અને તેમના વાહનો માં નાખી રવાના કરી દેવામાં આવ્યા હતા
ત્યારે વન વિભાગ ના અધિકારીઓ આવી મોટી ઘટના ને શા માટે છુપાવવા માગે છે તે એક મોટો સવાલ છે
બીજી તરફ વાત કરીએ સિંહો ના મૃત્યુ ને લઈ ને તો એક સિંહણ અને બે સિંહ બાળ ના મૃતદેહો જોવામાં આવ્યા છે ત્યારે સિંહણ નો મૃતદેહ પુલ થી નીચે વોકળા માં પાણી પર તરતો જોવા મળ્યો હતો અને બહુ દુર્ગન્ધ મારી રહેલો હતો જ્યારે બીજી તરફ સિંહ બાળ ના મૃતદેહ ખેતર માં પડેલા હતા વળી આ બંને વચ્ચે નું અંતર અંદાજીત 1000 મિટર જેટલું હોય તેવું અનુમાન છે
ત્યારે કોઈ પણ પ્રાણી કે મનુષ્ય ના મૃત્યુ ના લાંબા સમય પછી જ મૃતદેહ દુર્ગન્ધ મારતો હોય છે તેવામાં આ સિંહોના મૃત્યુ ને 4 થી 5 દિવસ થયા હોવાની આશનકા છે પરંતુ હાલ સિંહણ અને સિંહ બાળ ના મૃત્યુ ક્યાં કારણો સર થયા તે તાપસ નો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે
ત્યારે એક તરફ સરકાર દ્વારા એશિયાઈ લાયનો ને બચાવવા માટે મસ મોટા પ્રયત્નો કરવામાં આવે છે અને સરકાર દ્વારા સિંહો ની જાળવણી અને સુરક્ષા માટે વન વિભાગ દ્વારા ટ્રેકર ,ફોરેસ્ટ ,ફોરેસ્ટ ગાર્ડ, RFO ,સહિત ના અધિકારીઓ નલની ફોજ ગોઠવવામાં આવી છે જેમાં ફોરેસ્ટ અને RFO દ્વારા સિંહો ને ચોમાચા ની સિઝન દરમિયાન ટ્રેક કરવામાં આવતા હોય છે અને તેમના લોકેશન ઉપર સતત નજર રાખવામાં આવતી હોય છે
ત્યારે સવાલ એ છે કે આ સિંહો ને કેમ ટ્રેક ન કરવામાં આવ્યા કેમ આટલા દિવસ સુધી વન વિભાગ ના અધિકારીઓ સુતા રહયા….?
વન વિભાગ ના અધિકારીઓ ને ફક્ત ઓફિસ માં બેસી સબ સલામત ના પોકળ દાવાઓ કરી અને પગાર લેવામાં જ રસ હોય તેવું પણ સામે આવ્યું છે તેઓ ને જેમની જાળવણી માટે મુકવામાં આવ્યા છે તેમની જાળવણી માં કેમ ચુક્યા એ પણ ચર્ચા ..?
હાલ સિંહો ના મૃત્યુ ની ઘટનાને લઈ ને પાત્રા ગામ ના સરપંચ પ્રતિનિધિ દ્વારા જણાવાયું છે કે વન વિભાગ કૈક છુપાવી રહીયું છે હાલ મૃતદેહ ની જગ્યાઓ અલગ અલગ જોવા મળી રહી છે અને સત્ય કઈક અલગ જ છે ત્યારે આ મુદ્દે વન વિભાગ પણ કંઈક છુપાવી રહ્યું હોય અને કંઈક રંધાયું હોય તેવી માહિતીઓ મળી રહી છે ત્યારે અમારી માગ છે કે આ ઘટના માં જે પણ દોષિત હોય તેને છોડવામાં ન આવે અને તટસ્થ તપાસ થાય તેવી માંગ કરાઈ છે
ખોરાસા ગીર અને પાત્રા ગામ વચ્ચે બનેલી આ ઘટના ને લઈ ને વન વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ જૂનાગઢ થી દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી રહિયા હતા
વન વિભાગ ના આવા ઊંચા અધિકારી સ્થળ ઉપર આવે અને સ્થતી જોઈ તો પણ અધિકારી ને ખ્યાલ નહીં પડતો હોય તેવું લાગી રહીયું હતું જ્યારે અહીંયા આવેલા લોકો માં સર્ચા હતી કે આ ઘટના ને 4 થી 5 દિવસ થઈ ગયા છે અને તેને કારણે બોડી ફૂલી ગઈ અને દુર્ગન્ધ મારી રહી છે વળી આ નદી ના પ્રવાહ માં તણાઈ ને આવેલ નથી જો નદી ના પ્રવાહ માં તણાઈ ને આવે તો સિંહ ના બચ્ચા ખેડૂત ના ખેતર માં કેમ મળી આવ્યા એ મોટો સવાલ છે….?
જ્યારે સિંહો ની બોડી ને રિકવર કરી લીધા બાદ મીડિયા દ્વારા લાસ્ટ માં વન વિભાગ ના DCF પ્રશાંત તોમર ને ઘટના વિશે પૂછવામાં આવ્યું તો તેઓ દ્વારા જણાવાયું કે એક સિંહણ અને બે બચ્ચા છે તેમની બોડી રિકવર કરવામાં આવી છે અને સીમાર હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવી છે pm કર્યા બાદ ખ્યાલ આવશે કે આમનું મૃત્યુ કુદરતી થયું છે કે પછી અન્ય કોઈ રીતે વધુ જણાવતા કહ્યું હતું કે આ સિંહ નદીના પ્રવાહ માં તણાઈ ને આવ્યા છે કે પછી અન્ય કોઈ રીતે મૃત્યુ થયું છે તે pm બાદ જ ખ્યાલ પડશે DCF તોમર ના આવા જવાબ ને કારણે દેખાઈ રહીયું હતું કે આવા ઉચ્ચ અધિકારી ઘટના સ્થળ પર આવે છે પરંતુ ઓછા અનુભવ ને કારણે તેમને અને તેમની નીચેના અધિકારીઓ ને ઘટના નો ખ્યાલ ન આવતો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહીયું હતું
હાલ સિંહણ અને સિંહ બાળ ના મૃત્યુ ને લઈ ને પર્યાવરણ પ્રેમી સહિત તાલુકા ના લોકોમાં ભારે રોષ જોવા મળી રહીયો છે હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ દ્વારા શુ હકીકત સામે બતાવે છે એતો સમય પર જોવા મળશે..
અહેવાલ :- પ્રતાપ સીસોદીયા (માળિયા હાટીના)