માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ, બકરીઈદ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવાનો સંકલ્પ

મોરબી જિલ્લાના માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. પોલીસ ઈન્સ્પેક્ટર મિતુલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ બકરીઈદ તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવવાનો હતો.

બેઠકમાં હિન્દુ, મુસ્લિમ તથા મોમીન સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી અને સૌએ તહેવાર સૌમ્યતા અને ભાઈચારા સાથે ઉજવવાનો સંકલ્પ લીધો હતો. આગેવાનો દ્વારા શાંતિ અને સૌહાર્દના સંદેશ સાથે સમાજના તમામ વર્ગોને તહેવારને શિસ્તબદ્ધ રીતે ઉજવવાની અપીલ કરવામાં આવી હતી.

PI મિતુલ પટેલે બંને સમુદાયના પ્રતિનિધિઓને સંબોધતા અફવાઓથી દૂર રહેવાની સૂચના આપી હતી અને તહેવારો દરમિયાન કડક બંદોબસ્ત ગોઠવવામાં આવવાની જાહેરાત કરી હતી. પોલીસ વિભાગે અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે ચુસ્ત વ્યવસ્થાઓ અમલમાં મૂકવા માટે તજવીજ શરૂ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ શંકાસ્પદ પ્રવૃતિ કે સમાજમાં અસામાજિક તત્વો પ્રવેશ કરે તેવા સંજોગો સર્જાય તો તરત પોલીસને જાણ કરવા જાહેર અપીલ કરવામાં આવી છે.


અહેવાલ: પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના