
માળીયા હાટી: આજે સવારે માળીયા હાટીના બગીચામાં એક યુવાનનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો. ઘટના અંગે માહિતી મળતા જ પીઆઈ એમ. સી. પટેલ, પીએસઆઈ હિંગોરા અને અન્ય પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા.
યુવાનને તાત્કાલિક માળીયા હાટીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડો. ઈરફાન મહિદાએ તેને મૃત જાહેર કર્યો. મૃત્યુ પામેલા યુવાનની ઓળખ વિજય કુરજી જાડેજા, ઉંમર 40 વર્ષ તરીકે કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં, યુવાનના પાણીના ટાંકા પરથી પડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ વધુ તપાસ માટે મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે.
ઘટનાસ્થળે એકઠા થયા લોકોએ વાતાવરણને વધુ શકિષ્ટ બનાવી દીધી હતી, અને તપાસ ચાલી રહી છે.
– રિપોર્ટર: પ્રતાપ સીસોદીયા, માળીયા હાટી