માળીયા હાટીના બ્રહ્માકુમારી સેન્ટરનો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી ઉજવાયો – 33માં વર્ષમાં પ્રવેશ


માળીયા હાટીના બ્રહ્માકુમારી સેન્ટરે પોતાના સ્થાપનાના 32 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે તે 33મા વર્ષમાં પ્રવેશ્યું છે. આ પાવન અવસરે સેન્ટર ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન અત્યંત શાંતિમય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત વહેલી સવારથી મુરલીવાણી સાથે કરવામાં આવી હતી, જેમાં બ્રહ્માકુમારી રૂપાબેન અને મીતાબેન દ્વારા આત્મશક્તિ અને આત્મજાગૃતિ પર આધારિત મુરલી સંભળાવવામાં આવી. આ પ્રસંગે રૂપાબેન અને મીતાબેને કેક કાપીને ઉજવણી કરી હતી અને પાવન ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો.

સેન્ટરના આ વાર્ષિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી. સૌએ ભક્તિભાવથી કાર્યક્રમનો આનંદ માણ્યો અને અંતે સૌએ બ્રહ્માપ્રસાદીનો લાભ લીધો.

“અમે આપના સહયોગથી 32 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ એક આધ્યાત્મિક યાત્રા છે જ્યાં સૌને શાંતિ અને આત્મજ્ઞાન મળે છે – એજ અમારું લક્ષ્ય છે.”

અહેવાલ: પ્રતાપ સીસોદીયા – માળીયા હાટીના