માળીયા હાટીના વિસ્તારમાં હવામાનમાં અચાનક પલટો: તીવ્ર પવન અને વરસાદ, જુનું વૃક્ષ ધરાશાયી – વીજ પુરવઠો ખોરવાયો

માળીયા હાટીના, તા.૨૧:
માળીયા હાટીના વિસ્તારમાં આજે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. વહેલી સવારથી અતિ બફારું મોસમ છવાયું હતું, પરંતુ બપોર બાદ વાતાવરણમાં ઘોર પલટો આવ્યો અને તીવ્ર પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

આ જોરદાર પવનની અસર હેઠળ સરકારી હાઈસ્કૂલ પાસે આવેલું એક જુનું વૃક્ષ ધરાશાયી થઈ પડ્યું. ભાગ્યજોગે કોઈ જાનહાની નથી થઈ, મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

ભારે પવન અને વરસાદના કારણે વીજલાઈન પર અસર પડતાં વીજ પુરવઠો ખોરવાયો છે અને વિસ્તારોમાં વીજળી બંધ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે.

હવામાનની આ અચાનક બદલાતી સ્થિતિને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં અंशતઃ અફરાતફરી જોવા મળી હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને વીજ કંપનીની ટીમ હાલ સ્થિતિ નિયંત્રણમાં લાવવા પ્રયાસશીલ છે.

અહેવાલ: પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના