માળીયા હાટીમાં 21મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અવસરે વિવિધ વિસ્તારોમાં ઉત્સાહભેર યોગ દિનની ઉજવણી કરવામાં આવી. પટેલ સમાજ, ગિરનાર મીડીયમ ઈંગ્લીશ હાઈસ્કૂલ, ચાણક્ય સ્કૂલ સહિત અનેક સ્થળોએ યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયા.
આ કાર્યક્રમોમાં ગ્રામજનો, સ્કૂલોના વિદ્યાર્થીઓ, આંગણવાડી બહેનો, હોમગાર્ડ જવાનો, જીઆરડી તેમજ સરકારી અધિકારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે મામલતદાર શ્રી કે.કે. વાળા, તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરા, પીઆઈ શ્રી મિતુલ પટેલ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભી વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
યોગના પ્રારંભે યોગ ટ્રેનરો અને બ્રહ્મા કુમારી સંસ્થાની બહેનો દ્વારા યોગના ફાયદાઓ તથા તેની વ્યાખ્યા સાથે માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં શ્વાસ નિયંત્રણ, ધ્યાન તેમજ વિવિધ યોગાસનોનું પ્રેક્ટિકલ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
લોકો ખાસ કરીને તંદુરસ્ત જીવનશૈલી તરફ અભિમુખ બનવા માટે ઉત્સાહભેર જોડાયા હતા અને મોટી સંખ્યામાં યોગનો લાભ લીધો.
📍 અહેવાલ: પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીણા