માળીયા હાટી તાલુકાની 12 ગ્રામ પંચાયતો માટે યોજાયેલા ચૂંટણીઓની મતગણતરી આગામી 25 જૂને યોજાવા જઈ રહી છે. મતગણતરીની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી તાલુકા પે સેન્ટર શાળા ખાતે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થશે.
મતગણતરી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સ્થાનિક સ્તરે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય.
આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હર્ષોલ્લાસ સાથે મતદાન થયું હતું. હાલ ગામાડાંઓમાં “જગ્યા એ ગોપાલ જીતશે” જેવી રમૂજભરી ચર્ચા પણ ગરીબે ગલી ચાલી રહી છે.
બહુ ગામોમાં હવે નવા ચહેરાઓ દૃશ્યમાન થઈ શકે છે તેવી પણ ચર્ચા છે. મોટા ભાગની પંચાયતોમાં પરિવર્તન આવવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, જે સ્થાનિક રાજકીય સમીકરણોને નવી દિશા આપશે.
આ ચૂંટણીમાં કોણ સિક્સર ફટકારશે અને કોણ ક્લીન બોલ્ડ થશે તે જોઈ લોકોની નજર હજુથી મતગણતરીના પરિણામો પર ટકાવી દીધી છે.
તંત્ર પણ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શી રીતે પૂર્ણ થાય તે માટે સજ્જ છે.
👉 મુખ્ય મુદ્દા:
✔️ 12 ગ્રામ પંચાયતો માટે 25 જૂને મતગણતરી
✔️ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રક્રિયા
✔️ નવા ચહેરા સામે આવી શકે તેવી શક્યતા
✔️ મોટા ભાગના વિસ્તારોમાં પરિવર્તનની ચર્ચા
અહેવાલ :- પ્રતાપ સીસોદીયા માળીયા હાટીના