મીડિયા દ્વારા RTE યોજનાનું સ્પેશિયલ અનાલિશિસ કરતા સરકાર ના પૈસા નો 70%ઉપર વેડફાટ સામે આવ્યો સ્પેશિયલ રીપોર્ટ.

સરકાર ના પૈસા નો ગરીબો ને લાભ મળવા ના બદલે લઈ રહ્યા છે પૈસાદાર લોકો લાભ ડોક્યુમેન્ટ માં છેડછાડ કરી RTE (રાઈટ ટુ એજ્યુકેશન યોજના )માં એડમીશન કરાવતા આવાં લોકોનું ન્યૂઝ ટિમ દ્વારા એનાલિસિસ કરતા ભોપાળુ સામે આવ્યુ…

 

સરકાર દ્વારા RTE યોજના માં ગરીબ પરિવાર ના સંતાનો સારું ભણતર મેળવી શકે તેવા શુભ આશય સાથે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) યોજના લોન્ચ કરવામાં આવી જેમાં સરકાર દ્વારા ગરીબ પરિવાર ના બાળકો સારી સ્કૂલ માં ભણતર મેળવે તે માટે ધોરણ 1 થી 8 સુધી સરકાર દ્વારા તેમની ફી ચુકવવામાં આવે છે ત્યારે અહીંયા કઈક અલગ જ બની રહ્યુ છે…..

સત્ય એ છે કે જેમને ઘર નું એક મકાન અને બે પંખા અને બે લેમ્પ હોય એ આ કેટેગરી માં ના આવી શકે એવા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે અથવા જેના માઁબાપ નાનપણ માજ વિદાય લઈ જતા રહ્યા હોય અથવા કોઈ ના ઘર માં કામ કરી શકે નહીં એવા વ્યક્તિ ના બાળકો આ યોજના નો લાભ મેળવે અને આ યોજના ના ફોર્મ ઓનલાઈન હોય છે જેમનું ડોક્યુમેન્ટ ચેકીંગ તમામ જૂનાગઢ પ્રાથમિક જિલ્લા શિક્ષણ. અધિકારી શ્રી ની ઓફિસ ના શિરે જવાબદારી હોય છે ત્યારે મીડિયા દ્વારા સવાલ પૂછતાં સત્ય સામે આવી ગયું હતું અધિકારી દ્વારા એવું જણાવેલ કે અમે તો ફક્ત ડોક્યુમેન્ટ બરાબર છે કે નહીં એ ચેક કરી અને યસ કરેલ હોય બાકી પાસ ગાંધીનગર કચેરી પર થી થતા હોય છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી ની ઓફિસ દ્વારા ચેકીંગ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ એ પણ જૂનાગઢ જિલ્લા ના 6000 જેટલા ફોર્મ માં આટલાજ ગરીબી રેખા હેઠળ જીવે છે એ નક્કી કેમ કરવામાં આવ્યું એ મોટો શંકાસ્પદ સવાલ છે..?

આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા ના કેશોદ તાલુકાની તો કેશોદ માં કુલ 41 ફોર્મ મંજુર કરવામાં આવ્યા છે ત્યારે ગરીબોની જગ્યાએ મીડિયા ઇનવેસ્ટીગેશન માં તમામ ફોર્મ મંજુર થયા એમાં 70%લોકો માં કેશોદ માં રહેતા ગરીબ ડોકટર… .40 લાખના બબ્બે બ્લોક ધરાવતા લોકો અને જૂની પેઢી ના ગરીબ માલિક….તેમજ ખેતી અને ધંધા કરતા ગરીબ….સાથે સારી આવક ધરાવતા બબે માળની બિલ્ડીંગો ધરાવતા અને ગામમાં દુકાનો અને વર્ષો જૂની પેઢી લઈ બેસેલા ગરીબ લોકો.. અને કેશોદ પોલીસ સ્ટેશન માં પોલીસ ખાતામાં નોકરી કરતા ગરીબોનો કે જે સરકારી કર્મચારી કહેવાય તેવા ગરીબો એ આ યોજના મા લાભ લઇ રહ્યા છે ત્યારે મીડિયા એ ઇન્વેસ્ટિગેશન કરતા તમામ લોકો ની આવક ખોટી બતાવવામાં આવેલ છે, ત્યારે મીડિયા એ તમામ ના રહેણાક ની જગ્યા પર જઈ અને તેમના રહેણાક ના વિડિઓ સાથે ડોક્યુમેન્ટ ની વિગતો જોતા તમામ નો ભાંડો ફૂટી ગયો હતો, અને સત્ય એ છે કે સમગ્ર જૂનાગઢ જિલ્લા ના 6000 ઉપર ફોર્મ ભરાયા હતા એમાંથી જરૂરી હોય એવા ગરીબો ને છોડી આ શ્રીમંત BPL ધારક ગરીબો ને તેમાંથી ગોતી કાઢવામાં આવ્યા હોવાનો લોકો માં આક્ષેપ થઈ રહ્યો છે

ત્યારે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને એનાલીસીસ બાદ મીડિયા રૂબરૂ મળવા જતા તેમની પોલ ખુલી જવાની બીકે ઓફિસ પર આવવાનું ટાળ્યું હતું ત્યારે સત્ય સાબિત થઈ જ ગયું હતું કે જે કઈ ગોલમાલ કરવામાં આવેલ છે તે છુપાવવા છટક બારીઓ ગોતવા માં આવી રહી છે,આ બાબતે ઉચ્ચ કક્ષા એ થી તપાસ કરવા માં આવશે તો ઘણું બધું જ સામે આવી શકે તેમ છે જો આ બાબતે યોગ્ય તપાસ નહીંજ થાય તો મીડિયા મજબુર બની જરૂર જણાશે તો તમામ પ્રુફ સાથે સત્ય સામે લાવી ને જ જમ્પસે અને સત્ય સાબિત કરવા મહેરબાન કોર્ટ નો પણ સહારો લેતા અચકાશે નહિ અને ગરીબો નો જુટવાયેલ હક્ક અને સરકાર ના પૈસા નો સદ ઉપયોગ થાય તેવા તમામ પ્રયત્નો કરશે…

જ્યારે તમામ બાબતે રૂબરૂ મળી જણાવવામાં આવ્યું ડોક્યુમેન્ટ પ્રુફ પણ બતાવ્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉપાધ્યાય મેડમ દ્વારા મીડિયા ને છટકવા માટે એવું જણાવ્યું કે અમોને કોઈ ફરિયાદ કરસે તો ચોક્કસ થી તપાસ કરીશું ત્યારે બેજ દિવસ બાદ મીડિયા ફરિયાદી બની તપાસ કરવા અરજી આપતા તા : 26/09/2024 ના રોજ અપાયેલ અરજી નો કોઈ પણ ચેકીંગ કે એનાલિસિસ કર્યા વગર ત્રણ લીટી માં ઉત્તર પણ તા : 3/12/2024 ના રોજ આપી છટક બારી ગોતેલ છે ત્યારે મીડિયા આ મુદ્દે દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરશે મહત્ત્વની વાત એ છે કે આ બધી બાબતો માં તાલુકા શિક્ષણ અધિકારીની અને જુનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવાં ડોક્યુમેન્ટ કેમ ધ્યાનમાં ન આવીયા હોય કે પછી આમાં પણ ત્યાથીજ આ કૌભાંડ આચરવામાં આવેલ હોય એ તપાસ નો વિષય છે

 

 

અહેવાલ : રાવલીયા મધુ( કેશોદ)