મીની કાશ્મીર બન્યું યાત્રાધામ અંબાજી, સવારે એકાએક વાતાવરણ મા ઘુંધ છવાઈ, વિઝિબિલિટી માં અસર સાથે લોકોએ અદભુત અહેસાસ કર્યો.

બનાસકાંઠા

હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાત ના અનેક જિલ્લાઓ મા હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના અનેકો વિસ્તારોમાં ભારી થી અતિ ભારી વરસાદ પણ વરસી રહ્યો છે. જેના કારણે ગુજરાત મા અનેકો જગ્યાએ હાહાકાર જેવી સ્થિતિ સર્જાય છે. જેના કારણે લોકોને અનેકો પ્રકારની મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગાહી કરાતા તેની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે.

આજે વહેલી સવારથી જ દાંતા તાલુકાના વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વહેલી સવારથી વાતાવરણ માં ધૂંધ છવાઈ છે. ધુંધ છવાતા સમગ્ર અંબાજી અને આજુબાજુ માં વિઝિબિલિટી પર અસર પડી હતી. અંબાજીમાં એકાએક સવારે વાતાવરણમાં એક અદભુત નજારો જોવા મળ્યો હતો અને ચારે બાજુ ધુંધ છવાઈ હતી. ધુંઘ છવાતા યાત્રાધામ અંબાજી નુ વાતાવરણ કાશ્મીર જેવું જોવા મળ્યું હતું. લોકો આ વાતાવરણ ને જોઈ એક અદભુત અહેસાસ નો અનુભવ પણ કર્યો હતો.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)