વેરાવળ,
મુંબઈની ૭૫ વર્ષીય સિનિયર સિટીઝન વૃદ્ધા મહિલાએ રાત્રિના અંધકારમાં સુરક્ષિત આશ્રય માટે ગુજરાત સરકારની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સહારો લીધો. વેરાવળના ૧૮૧ અભયમ ટીમે તેમને સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપ્યો.
વૃદ્ધા મહિલાએ રાત્રીના સમયે રેલ્વે સ્ટેશન પર એકલા અને નિઃસહાય અનુભવી ૧૮૧ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માગી હતી. ૧૮૧ ટીમના કાઉન્સિલર દાફડા અંજના, વિમેન કોન્સ્ટેબલ સોનલ ખાણીયા અને પાયલોટ રમેશભાઈ બામણીયાએ ઘટના સ્થળે પહોંચી, જ્યારે વૃદ્ધા શારીરિક રીતે અક્ષમ લાકડીના ટેકે ચાલતી એક પાટલી પર બેઠી હતી.
વૃદ્ધા મહિલાએ જણાવ્યું કે તેઓ ૮ મે થી મુંબઇથી ગુજરાત આવી સિનિયર સિટીઝન લોકોના ખોરાક અને આરોગ્ય અંગે રિસર્ચ માટે આવ્યા હતા. નિવૃત્ત શિક્ષક હોવા સાથે તેઓ સામાજિક કાર્ય પણ કરે છે. તેમણે મુંબઈ પરત જવા માટે ટ્રેન ટિકિટ બુક કરાવેલી છે, પરંતુ ટ્રેનનો સમય બીજા દિવસે બપોરે ૧૧:૪૫ છે. તેમને આરામ માટે હોટેલ અને અન્ય આશ્રય માટે સંપર્ક કર્યો હતો, પરંતુ એકલતા અને વયના કારણે કોઈ સ્થાયીતા ના મળી.
રાત્રે રેલ્વે સ્ટેશન પર એકલા રહેવા દેતા તેઓ અત્યંત નિરાશા અનુભવતા હતા અને હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ૧૮૧ ટીમ દ્વારા હિંમત અને આશ્વાસન આપતાં અને સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતગાર કરતાં તેમને સુરક્ષિત આશ્રય અપાયો.
આહવા તાલુકાની આ સેવાએ વૃદ્ધા મહિલાને માનસિક અને શારીરિક આરામ આપ્યો અને સમાજમાં ૧૮૧ અભયમ હેલ્પલાઇનની અગત્યતા પ્રતિબિંબિત કરી.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ