જૂનાગઢ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાસણ ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીમાં સહભાગી થયા બાદ ભાલછેલ સનસેટ પોઇન્ટ ખાતે ‘એક પેડ માં કે નામ અભિયાન’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીની સાથે એન.સી.સી.કેડેટ્સ, એન.જી. ઓ., તથા આસપાસના ગ્રામજનો સહિત ૧,૦૦૦થી વધુ લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીની સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઈ બેરા, સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોએ ભાલછેલ સનસેટ પોઇન્ટ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ સ્થળને ‘માતૃવન’ નામ આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અંદાજે રૂ.૧૫ કરોડના ખર્ચે વિકસિત કરેલ ભાલછેલ સનસેટ પોઇન્ટ ગીરના પ્રવાસે આવતા પ્રવાસીઓને એક નવા નજરાણા સમાન બની રહ્યું છે.
‘એક પેડ મા કે નામ’અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીની સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબેન મૂછાર, ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, ભગવાનભાઈ બારડ, અરવિંદભાઈ લાડાણી, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, વન વિભાગના ઉચ્ચ અધિકારી સર્વશ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, ડો. યુ. ડી. સિંહ, પ્રશાંત તોમર વિગેરે અધિકારીઓ-પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)