મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઇકોનોમિક ડેવલોપમેન્ટ પ્લાનનું લોકાર્પણ કરતાં કહ્યું, સુરત ગુજરાતનું ગ્રોથ એન્જિન

સુરત :

કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને “ગ્રોથ હબ્સ” તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. જેમાં એક ‘ગ્રોથ હબ’ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના આ ૬ જિલ્લાઓના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આજેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચીંગ કરતાં કહ્યું કે, દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે. જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે.

ડુમસ રોડની લી મેરેડીયન હોટેલ ખાતે લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત હવે વિકાસનું મોડલ ગણાય છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતને અલગ સ્તર પર લઈ ગયા હતા. ડુંગરા, રણ અને દરિયો હોવાથી વિકાસ ઓછો હતો. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ગુજરાત આગામી 25 વર્ષના રોડ મેપને લઈને ચાલી રહ્યું છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)