અંબાજી:
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અંબાજી ખાતે જગતજનની માઁ અંબાના પાવન દર્શન કર્યા હતા અને રાજ્યના સર્વાંગી વિકાસ, નાગરિકોની સુખાકારી તથા શાંતિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના અર્પી હતી.
આ ભક્તિમય યાત્રા દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વિધિવિધાનપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરમાં મુખ્યમંત્રીએ માથું ઝુકાવતાં ભક્તિભાવનો સુંદર દૃશ્ય સર્જાયો હતો. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં હાજર ભક્તોએ પણ મુખ્યમંત્રીશ્રી સાથે માતાજીને નમન કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “માઁ અંબાના આશીર્વાદથી ગુજરાત સમૃદ્ધિ અને શાંતિના પથ પર સતત આગળ વધે, રાજ્યના દરેક નાગરિકના જીવનમાં સુખ શાંતિ છવાય – એ મારી પ્રાર્થના છે.”
મંદિર ટ્રસ્ટના પ્રમુખો અને અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્નેહભેર સ્વાગત કર્યું હતું. આ પાવન યાત્રાએ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ એ રાજ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવી ભાવના લોકોમાં જોવા મળી હતી.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)