મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્ય સ્વાગત કાર્યક્રમ, ૨૯ ઑગસ્ટે નાગરિકોની ઓનલાઈન રજૂઆતો-ફરિયાદોનું નિવારણ.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતા રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમનો ઓગસ્ટ મહિનાનો સત્ર શુક્રવાર, તા. ૨૯ ઑગસ્ટ ૨૦૨૫ના રોજ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા આ અનોખા ઉપક્રમ અંતર્ગત દર મહિને નાગરિકોની રજૂઆતો સાંભળીને સીધા નિવારણ કરવામાં આવે છે. આ જ ક્રમમાં ઓગસ્ટ મહિનાનો રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ પણ સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં નાગરિકો પોતાની રજૂઆતો તથા ફરિયાદો મુખ્યમંત્રી સમક્ષ સીધી કરી શકે છે. રજૂઆતો માટેનો સમય શુક્રવાર, સવારે ૮થી ૧૧ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. નાગરિકો રૂબરૂ ઉપસ્થિત રહીને પોતાની અરજીઓ મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે.

રાજ્ય સ્વાગત કાર્યક્રમ દ્વારા સામાન્ય નાગરિકોની ફરિયાદો, જાહેર સેવાઓ સંબંધિત પ્રશ્નો તથા અન્ય રજૂઆતોને ત્વરિત અને અસરકારક રીતે ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે. અત્યાર સુધી અનેક નાગરિકોની લાંબા સમયથી બાકી ફરિયાદોને રાજ્ય સ્વાગત દ્વારા ઉકેલ મળ્યો છે.

આ રીતે ૨૯ ઑગસ્ટે યોજાનાર રાજ્ય સ્વાગત નાગરિકોની અપેક્ષાઓ સાથે જોડાયેલો મહત્વનો કાર્યક્રમ સાબિત થવાનો છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ