મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિંહ સંરક્ષણની જાગૃતિ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું.

જૂનાગઢ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાસણ ગીર ખાતે આવેલ સિંહ સદનમાં ગીરની જૈવ વિવિધતા અને સાંસ્કૃતિક ધરોહરની તસવીરો ધરાવતી પ્રદર્શનીને ખુલ્લી મૂક્યા બાદ સિંહ સંરક્ષણ અને સિંહ સંવર્ધનને લગતા પોસ્ટર અને બેનર્સ સાથેની રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સિંહના સંરક્ષણ અને વિશેષતાને વર્ણવતા બેનરો સાથે આ રેલીમાં જોડાયા હતાં.મુખ્યમંત્રીશ્રી સાથે વન-પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, સ્થાનિક ધારાસભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રહ્યાં હતાં.

અહેવાલ: :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)