મુખ્ય મુખ્યમંત્રી ઓફિસમાંથી બોલું છું એમ કહી નવસારી પ્રાંત અધિકારીને નકલી CMO અધિકારીએ કર્યો ફોન

મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી બોલુ છું. ગણેશ સીસોદ્રા ગામની જમીનના અરજદાર મુખ્યમંત્રીના કાર્યલયમાં ફરીયાદ કરવા આવેલ છે તેનું કામ પતાવી આપજો તેમ કહી પ્રાંત અધિકારી સાથે વાતચીત કરી રાજ્ય સેવક તરીકેની ઓળખ આપનાર ઇસમને પકડી પાડતી નવસારી રૂરલ પોલીસ ટીમપ્રાંત કચેરી નવસારી ખાતે ફરજ બજાવતા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ શ્રી જનમ ડી. ઠાકોરનાઓને એક ઇસમ ફોન કરી મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી બોલુ છું. ગણેશ સીસોદ્રા ગામની જમીનના અરજદાર મુખ્યમંત્રીના કાર્યલયમાં ફરીયાદ કરવા આવેલ છે તેનું કામ પતાવી આપજો તેમ કહી પ્રાંત અધિકારીની સાથે વાત કરનાર નિતેશભાઇ ચૌધરીના વિરૂધ્ધમાં કાયદેસર તપાસ થવા પ્રાંત અધિકારીશ્રીએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ આ બનાવ ગુજરાત રાજ્યમાં રાજ્યસેવકનું નામ ધારણ કરી ખોટી ઓળખ આપી, સરકારી અધિકારીઓ તથા નાગરીકોની સાથે છેતરપીંડી કરવા બાબતનો હોય જે ગુનાની ગંભીરતા ધ્યાને રાખી મે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.કે.રાય સાહેબ નવસારી વિભાગ નવસારીનાઓએ તુરત જ ગુન્હો ડીટેક્ટ કરી આરોપીઓ પકડી પાડવા સારૂ શ્રી પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.બી.પટેલીયા નાઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ

જે આધારે પી.બી.પટેલીયા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી રૂરલ પો.સ્ટે.નાઓએ આરોપીને તુરંત જ પકડી પાડી પોલીસ ટીમ બનાવી આરોપીને શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે આરોપીએ પ્રાંત અધિકારી સાથે જે મોબાઇલ નંબર ઉપરથી વાતચીત કરેલ તે મોબાઇલ નંબર ટ્રેસ કરતા જેનું લોકેશન ગાંધીનગર નહી પરંતુ બારડોલી તાલુકાના મઢી વાંસકુઇ ખાતેનું આવેલ હોય જે આધારે તેને પકડી પાડી તપાસ કરતા તેઓ કોઇ મુખ્ય મંત્રીશ્રીના કાર્યાલય ખાતે ફરજ બજાવતો નથી માત્ર મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયનું નામ ડહોળવાનો પ્રયાસ કરી મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી બોલે છે તેમ જણાવી રાજ્ય સેવક તરીકેની પોતાની ઓળખ આપી સરકારી અધિકારીશ્રીઓને સંપર્ક કરી કામ કઢાવવા માટે ભલામણ કરતો હોવાનું ખુલેલ છે. જે આધારે આરોપીને પકડી પાડી તેઓએ કઇ જગ્યાએ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયનો ઉપયોગ કરી ગુનાઓ આચરેલ છે તેની તપાસ હાલ રૂરલ પોલીસ સ્ટેશને ચાલી રહેલ છે.

અહેવાલ: આરીફ શેખ (નવસારી)