મેંદરડા તાલુકામાં ગોધમપુર પ્રાથમિક શાળામાં સંચાલક કુકની ભરતી કરાશે

તારીખ: 14 મે 2025
સ્થળ: ગોધમપુર પ્રાથમિક શાળા, મેંદરડા, જૂનાગઢ


મેંદરડા તાલુકાના ગોધમપુર પ્રાથમિક શાળામાં સંચાલક-કમ-કુક (સંચાલક) અને કુક-કમ-હેલ્પર (રસોઈયા) પદોની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પી.એમ. પોષણ (મ.ભો.યો.) યોજનાના અંતર્ગત કરવામાં આવશે. અરજીઓ ૨૮ મે ૨૦૨૫ સુધી મામલતદાર કચેરી, મેંદરડા ખાતે ઉપલબ્ધ રહેશે, અને અરજી સબમિટ કરવાની અંતિમ તારીખ ૨૯ મે ૨૦૨૫ રાખવામાં આવી છે.


સંચાલક-કમ-કુક (સંચાલક) પદ માટે ૧ જગ્યા ખાલી છે. આ પદ માટે લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષ રાખવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત તરીકે એસ.એસ.સી. પાસ આવશ્યક છે, પરંતુ જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર ઉપલબ્ધ ન હોય, તો ધો.૭ પાસ પણ અરજી કરી શકે છે. કુક (રસોઈયા) અને કુક-કમ-હેલ્પર (મદદનીશ) પદ માટે કોઈ ખાસ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી નથી, અને ૬૦ વર્ષથી વધુ વય ધરાવતાં ઉમેદવારોની અરજીઓ માન્ય નહીં ગણાય. આ પદ માટે વિધવા અને ત્યકતા બહેનોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.


અરજદારોએ તમામ જરૂરી તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડશે, જેમાં સરકારી ડોક્ટરનું પ્રમાણપત્ર અને તંદુરસ્તીનો પુરાવો આપવો ફરજીયાત છે. વિગતવાર વેતન અને નિમણૂંકની પ્રક્રિયા સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે કરવામાં આવશે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ