તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોના ખોવાયેલા તથા ગુમ થયેલા કુલ ૨૦ મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે. આ મોબાઇલ ફોનની કુલ બજાર કિંમત આશરે રૂ. ૩,૭૫,૮૦૦/- થાય છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નીલેશ ઝાંઝડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાગરિકોના કિંમતી સામાન, ખાસ કરીને મોબાઇલ ફોન, ઝડપથી શોધી પરત આપવા સુચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને વિસાવદર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક રોહિતકુમારની આગેવાનીમાં મેંદરડા પો.સ્ટે.ના પો.ઇન્સ. પી.સી. સરવૈયાની ટીમે CEIR પોર્ટલ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુમ થયેલા ફોન ટ્રેક કર્યા.
શોધી કાઢેલા આ તમામ મોબાઇલ ફોન આજે તા. ૦૨/૦૯/૨૦૨૫ના રોજ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ખાસ કાર્યક્રમ **”તેરા તુજકો અર્પણ”**માં તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. આ અવસરે પોલીસ તંત્રએ “પોલીસ પ્રજાનો મિત્ર છે” સૂત્રને સાર્થક બનાવ્યું.
📌 આ વર્ષ દરમિયાન માત્ર મેંદરડા પોલીસ દ્વારા અત્યારસુધીમાં આશરે ૫૦ જેટલા મોબાઇલ ફોન, કુલ કિંમત લગભગ રૂ. ૯ લાખ, નાગરિકોને પરત આપવામાં આવ્યા છે. હજુ અનેક મોબાઇલ શોધવાની કામગીરી પોલીસ દ્વારા સતત ચાલુ છે.
આ કામગીરીમાં વિશેષ યોગદાન આપનાર અધિકારી / કર્મચારી:
પો.ઇન્સ. પી.સી. સરવૈયા
એએસઆઈ એસ.ડી. સોંદરવા
એએસઆઈ ડી.એન. ગળચર
પીસી રાકેશસિંહ બી. દયાતર
તથા અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ