મેઘપુર ગામે માહિતી ખાતા દ્વારા લોકજાગૃતિ ડાયરો યોજાયો.

વેરાવળ તાલુકાના મેઘપુર ગામમાં માહિતી ખાતા દ્વારા લોકજાગૃતિ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના નાગરિકો સુધી પહોંચી રહે તે માટે માહિતી વિભાગ દ્વારા ખાસ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.

આવાજ એક પ્રયાસ તરીકે મેઘપુરમાં ભગવાનગીરી મેઘનાથી દ્વારા લોકડાયરો યોજાયો હતો, જેને માહિતી ખાતા દ્વારા માન્યતા અને પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

કાર્યક્રમમાં પરંપરાગત લોકસાહિત્યના માધ્યમથી જનસામાન્યને વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

લોકો માટે માહિતી પહોંચાડવા માટે Puppetry, ભવાઈ, નાટક અને લોકડાયરા જેવા દેશી માધ્યમો ઉપયોગમાં લેવાયા હતા.

આ પ્રસંગે ‘સ્વચ્છ ગુજરાત’, ‘વિકાસ સપ્તાહ–૨૦૨૫’, ‘આાત્મનિર્ભર ગુજરાત’, ‘જળસંચય યોજના’, ‘પારદર્શક વહીવટ’, ‘SC-ST માટેની ઉત્તમ યોજનાઓ’, ‘આરોગ્ય ક્ષેત્રનો વિકાસ’ અને ‘કિસાન સહાય યોજના’ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ગ્રામજનો માટે ઉપયોગી અને બોધપ્રદ રહેલા કાર્યક્રમમાં સરપંચ સાગરભાઈ વાજા તથા ગ્રામજનોની નોંધપાત્ર હાજરી રહી હતી.

આ કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ ફેલાઈ રહી છે અને સરકારની નીતિઓને ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચાડવાનો હેતુ પૂરો થાય છે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ