મેઘ મહેર છતાં જામનગરના 5 હજાર પરિવારો આજે રહેશે તરસ્યા.

જામનગર

જામનગરમાં આજે એટલે કે શુક્રવારે ગુલાબનગર એ-ઝોનમાં પાણી વિતરણ બંધ રહેશે. મશીનરીમાં ફોલ્ટના કારણે નર્મદાનું પાણી ઓછું મળતા 5000 થી વધુ પરિવાર પાણીથી વંચિત રહેશે.

મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવ્યાનુસાર નર્મદા મશીનરીમાં ફોલ્ટ થવાના કારણે નર્મદાનું પાણી ઓછું મળવાથી ગુલાબનગર ઝોન-1 અને સમર્પણ ઝોન-બે હેઠળના વિસ્તારોમાં આજરોજ તા.28 ના પાણી વિતરણ બંધ રહેશે.

ગુલાબનગર ઝોન-1 હેઠળ આવતા ભોયવાડો, અંબાજીનો ચોક, વાઘેર વાડો, કુંભારવાડો, પટ્ટણીવાડ, હાજી પીરની શેરી, હનુમાન મંદિરવાળી શેરી, નદીપા, પઠાણફળી, મચ્છીપીઠ, ફકીરવાડો, આશાપુરા મંદિર, કોળીવાડ, ખાટકીવાડ, સાયોનાફળી, ચંપાકુંજ, સવાભાઇની શેરી, ગુલાબનગર, મોહનનગર, સીન્ડીકેટ સોસાયટી, નારાયણનગર, દયાનંદ સોસાયટી, સીંધી કોલોની, શીવનગર, રામવાડી, વૃંદાવનધામ સોસાયટી, રાજમોતી ટાઉનશીપ, સત્યાસાંઇનગર, પ્રભાતનગર, યોગેશ્વરનગર, મધુરમા સોસાયટી, ક્રિષ્નાપાર્ક સોસાયટી, પ્રગતિપાર્ક વિસ્તારનો સમાવેશ થાય છે.

જયારે સમર્પણ ઝોન-બીમાં કામદાર કોલોની, આદર્શ કોલોની, ખોડીયાર કોલોની, બાણુ કર્વાટર, રાજનગર, નિલકમલ, હિમાલય સોસાયટી, જાગૃતિનગર, સમ્રાટ અશોકનગર, કોળીનો દંગો, દલીતનગર, સોનલનગર, 1404 આવાસ, સરલાબેન ત્રિવેદીનભવન આવાસ, કુલચંદ તંબોલી આવાસ, ધરારનગર-1, જુનો હુશેની ચોક વિસ્તારમાં પાણી વિતરણ થશે નહીં.

છેલ્લા 2 દિવસમાં જામનગર પંથકમાં મેઘ મહેર થઈ છે. છતાં આજરોજ જામનગર શહેરના 5 હજાર પરિવારોને પાણી વિતરણ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)