જુનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયાએ આજરોજ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે પગપાળા સીડી ચડીને દાતાર બાપુ ના દર્શન કર્યા હતા અને દાતારની જગ્યાના મહંત શ્રી ભીમ બાપુએ નવનિયુક્ત મેયર શ્રી ધર્મેશભાઈ ને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને દાતાર બાપુ નો પ્રસાદ આપી મોઢું મીઠું કરાવ્યું હતું ધર્મેશભાઈ સત્તા રૂઢથયા પછી બીજા જ દિવસે દાતાર બાપુ ના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે તેમના મિત્રો સાથે દાતાર પર્વત ઉપર ગયા હતા આટલી ઉંચાઈ ઉપર દાતાર બાપુની સુંદર મજાની જગ્યાના સુચારુ વ્યવસ્થા બદલ ભીમ બાપુ ની મુલાકાત લઈ જગ્યા માં ચાલી રહેલી સેવા ક્રિય પ્રવ્રુતિ થી માહિતગાર થયા હતા.
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)