સુરત (મોટા વરાછા): શહેરના મોટા વરાછા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર ચોરીની ઘટના સામે આવી છે. સિનીયર પત્રકાર શ્રી જગદીશ દવેના ઘરમાં અજાણ્યા તસ્કરો ઘૂસી રૂ. ૭.૨૦ લાખથી વધુના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ઘટના અંગે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સુરત ક્રાઈમ બ્રાંચ સહિત ડોગ સ્ક્વોડની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગત:
હરિઓમનગર સોસાયટી ખાતે રહેતા પત્રકાર જગદીશ દવે રોઝ સવારે પત્ની સોનલબેન સાથે બેડમિન્ટન રમવા જતા હોય છે. આજ સવારે તેઓએ ઘરમાં પ્રવેશ કરતા જોઈં કે સામાન વેરવિખેર છે. વધુ તપાસ કરતાં જાણી શકાયું કે ઘરમાંથી ₹૫૦,૦૦૦ રોકડ અને ૨૨-૨૩ તોલા સોનાના દાગીના (મંગળસૂત્ર, બંગડીઓ, વીંટી, પેંડલ વગેરે) ચોરી ગયાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તસ્કરોએ તેમનાં પડોશી મુકેશભાઈ કાછડિયાના ઘરમાંથી પણ ₹૨૦,૦૦૦ રોકડ અને ૨૦૦ ગ્રામ ચાંદીના દાગીના ચોરી ગયા છે. બંને મકાનમાંથી મળીને અંદાજે ₹૭.૨૦ લાખની મિલકતની ચોરી થઈ હોવાનું પ્રાથમિક અંદાજ છે.
કાર્યવાહીની શરૂઆત:
ઘટનાની જાણ થતાં PI અને ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ, તેમજ ડોગ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી, તસ્કરોના પગેરાં શોધવાની કામગીરીમાં લાગી ગઈ છે.
આ ચોરીની ઘટના સંભળતા વિસ્તારના રહીશોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. હાલ પોલીસ ગુનાખોરીના ઢાંચા મુજબ તસ્કરોના કોયડા ઉકેલવા માટે CCTV ફૂટેજ સહિતના દ્રશ્યોનું વિશ્લેષણ કરી રહી છે.
સ્થળ: મોટાવરાછા, સુરત