મોડેલ સ્કૂલ બોટાદના વિદ્યાથીએ વધાર્યું ગૌરવ: ધોરણ -11 આર્ટસનો વિદ્યાર્થીએ ઓપન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 1500 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યું.

બોટાદ

ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા અને ટેફ્તાગેસના સંયુક્ત આયોજિત ગુજરાત ઓપન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં મોડેલ સ્કૂલ બોટાદના ધોરણ -11 આર્ટસનો વિદ્યાર્થીએ 1500 મીટર દોડમાં સેકન્ડ રેન્ક મેળવી સિલ્વર મેડલ જીતી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. જે બદલ શાળાના આચાર્યશ્રી ડૉ. વિક્રમસિંહ પરમારે રોકડ પુરસ્કાર તથા શૈક્ષણિક કીટ આપી વિદ્યાર્થીને સન્માનિત કર્યો હતો તેમજ અન્ય વિદ્યાર્થીઓને રમતગમત બાબતે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)