ગીર-સોમનાથ જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી CEIR પોર્ટલ મારફતે ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.
સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓ તથા પ્રભાસ પાટણ વિસ્તારમાં ગુમ થયેલા અથવા ચોરી થયેલા કુલ 14 મોબાઇલ ફોન, જેમની કિંમત કુલ રૂ. 2,66,484/- થાય છે, સફળતાપૂર્વક શોધી તેમના મૂળ માલિકોને પરત અપાયા.
આ કામગીરીમાં એએસઆઈ હિતેષભાઇ નોંધણભાઇ, ફુલદિપસિંહ જયસિંહ, અરજણભાઇ મેસુરભાઇ, કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ, પો.કોન્સ. પિયુષભાઇ કાનાભાઇ, કરણસિંહ બાબુભાઇ, સુભાષભાઈ માંડાભાઇ, મહેશભાઇ ગીનાભાઈ, રાજદિપસિંહ હમીરભાઇ, રાજેશભાઇ જોધાભાઈ, કંચનબેન દેવાભાઇ તથા આઈ.ટી. વિભાગના રોહીતભાઇ અને વિશાલભાઈનો વિશેષ ફાળો રહ્યો હતો.
અરજદારોએ પોતાના મોબાઇલ ફોન પરત મળતા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ