યાત્રાધામ અંબાજી ખાતે આજે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો.

અંબાજી

અંબાજીના સ્થાનિક પ્રશ્નો અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજીમાં આવતા યાત્રીકોની બિનઆધાર પ્રમાણના આધારે યાત્રીકોની સંખ્યાઓ જાહેર કરવામાં આવે છે તેની સરકારમાં ખરેખર આ સંખ્યા સાચી છે કે ખોટી તેની તપાસ કરવા બાબતે યાત્રાધામ અંબાજી ગુજરાતમાં પસિધ્ધ યાત્રાધામ તરીકે ગણતરી થાય છે યાત્રાધામ અંબાજીનો વહિવટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કરે છે હાલમાં ૨૦૦ર થી તમામ ટ્રસ્ટીઓ સરકારી અધિકારીઓ છે ૨૦૦૨ પેહેલા આ ટ્રસ્ટમાં પ્રજાના પ્રતિનીધી શ્રેષ્ઠીઓ અને સનાતન ધર્મના જાણકાર લોકોને ટ્રસ્ટી તરીકે નિમણુક થતી હતી હાલ આ ટ્રસ્ટ સંપુર્ણ ગુજરાત સરકારના નેજા હેઠળ સરકારી અધિકારીઓ દ્રારા આ વહિવટ ચાલે છે છેલ્લા ત્રણ વર્ષ થી અંબાજી મંદિરમાં ભાદરવી પુનમના મહા મેળો ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા આ મેળાનુ આયોજન કરવામાં આવે છે.

ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ જયાંર થી આ મેળાનું આયોજન કરવા લાગ્યું ત્યાંરથી ૭(સાત) દિવસના મેળામાં કોઈપણ આધારભુત પ્રમાણીત ગણતરી વગર યાત્રીકોની લાખોની સંખ્યા ૭(સાત) દિવસના મેળામાં જાહેર કરવામાં આવે છે. જે શંકા ઉપજાવે છે ગત ભાદરવી ૨૦૨૩ના મેળામાં ૧૧ સપ્ટેમ્બર ૨૦ર૩ના ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની પ્રેસ નોટમાં અંબાજી ખાતે ૪૦ લાખ થી વધારે યાત્રીકો મેળામાં આવશે એવી પ્રસ નોટ આપી હતી. અને ૨૦૨૩ના મેળામાં તારીખ ૨૩/૦૯/૨૦૨૩ થી તારીખ ૨૯/૦૯/૨૦૨૩ સુધીમાં કુલ ૪૮,૦૪૦૩૨ની સંખ્યા દર્શાવીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રીકોની આ સંખ્યા જાહેર કરી હતી. ભાદરવીના મેળામાં કલેકટરના જાહેરનામાં અનુસાર અંબાજી પ્રવેશ માર્ગો ઉપર ખાનગી વાહનોને પ્રવેશ બંધી કરવામાં આવે છે અને યાત્રીકોના વાહનો કે સંઘના વાહનોને પ્રવેશ માટે દાંતા અને હડાદ ખાતેના પોઈન્ટ ઉપરથી વાહન પાસ મેળવીને પછી પ્રવેશ આપવામાં આવે છે એટલે કેટલા ખાનગી વાહનો મેળા દરમયાન અંબાજીમાં આવ્યાં તેનો રેકોર્ડ સરકાર ખાતે હોય વધુમાં અંબાજી ભાદરવી મેળામાં વર્ષો થી ચાલી આવતી પ્રથા મુજબ પદયાત્રા કરીને ગુજરાતના વિવિધ ભાગોમાંથી લોકો આવે છે.

આ યાત્રીકો પરત જવા માટે ગુજરાત એસ.ટી.નિગમની બસોના દ્રારા પરત જાય છે ર૦ર૩ ભાદરવી મેળામાં એસ.ટી.નિગમ બસોમાં ૧૭,૧૦૦(સતર હજાર સો) ટ્રીપો દ્વારા ૮,૮૪,૪૩૩ મુસાફરોએ ૭(સાત) દિવસમાં મુસાફરી એસ.ટી.નિગમના બસોમાં કરી હતી મેળા દરમયાન અંબાજીમાં ખાનગી વાહનો પેસેન્ઝર વાહનો ખાનગી લકસઝરી બસો સંપુર્ણ પણે પ્રતિબંધીત હોય છે. તો બાકીના ૩૯,૦૦૦૦ યાત્રીકો કેવી રીતે પરત ગયા એ પણ એક સવાલ ઉભો યાથ છે એસ.ટી.નિગમના યાત્રીકોની સંખ્યા ૧૦૦% પ્રમાણીત અને સાચી ગણી શકાય કેમ કે એસ.ટી.નિગમ દરેક પ્રવાસીની ટિકીટ આપીને મુસાફરી કરાવે છે જેથી આ સંખ્યા સત્ય કહેવાય દર વર્ષે અંબાજી આવતા યાત્રીકોની સંખ્યામાં ૩(ત્રણ) મહિના પહેલા ગુજરાતમાં બીજા નંબરના દર વર્ષે એક કરોડ પાસઠ લાખ યાત્રીકો અંબાજીની મુલાકાતે આવ્યાં એવુ સમાચાર માધયમો દ્વારા સમાચાર આવ્યાં હતાં તો આ સંખ્યા પણ ભાદરવી મેળાની સંખ્યાની જેમ શંકા ઉભી કરે છે કારણ કે અહિ આવતા યાત્રીકોની ગણતરી કરવા માટે કોઈ એવી પ્રમાણીત સિસ્ટમ ગોઠવવામાં આવેલ નથી આ સંખ્યાઓ કઈ ગણતરીના આધારે જાહેર થાય છે એનો કોઈ પ્રમાણીત આધાર પુરાવા નથી. શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ જાહેર કરતુ નથી આવી ખોટી સંખ્યાઓ બતાવીને અંબાજીના વિકાસના મોટા મોટા આયોજન થાય છે વિકાસ ચોકકસથી થવો જોઈએ પરંતુ એ વિકાસ એવો હોવો જોઈએ કે યાત્રીકોની સાથે સાથે સ્થાનીક લોકોને પણ લાભ મળવો જોઈએ પરંતુ સ્થાનીક લોકો ને અન્યાય થાય છે વિકાસના નામે વર્ષો થી વસવાટ કરતાં લોકોને નોટીસો મળી છે વિકાસમાં જે સામાન્ય લોકો અને ગરીબ લોકોના પરીવાર માટે રહેવાના મકાન છાપરું જતુ હોય તેવા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરવી જોઈએ જે ગરીબ અને સામાન્ય લોકોનું ઘર જેવુ મંદિર તોડીને માતાજીના ઘર મોટા બનાવવાથી માતાજી કદી ખુશ થવાની નથી.

અંબાજીમાં પૈસાદાર અને રૂપિયાવાળા વગવાળા લોકોની દબાણની મિલ્કતો નિયમીત કરવામાં આવે છે. તેના ઉ.દા. રૂપે એ/જમીન/વશી/૨૮૧૯ થી ૨૭ તારીખ ૦૯/૦૮/૧૯૯૫ સીટી.સર્વે નંબર ૧૯૮ની ૧૪૪ સ્કવેર મીટર જમીન ભુતકાળમાં દબાણ માંથી નિયમીત કરવામાં આવી છે અને આ જગ્યા ઉપર હાલ કોમર્સીયલ ઉપયોગ કરીને હાઈવેને અડીને ગેસ્ટ હાઉસ ચાલે છે આવી કરોડોની મિલ્કત રૂપિયાવાળાઓ માટે નિયમીત થતી હોય આ સિવાય અંબાજીમાં બિલ્ડરો ને ધર્મશાળાઓને સરકારી જગ્યાઓ માંથી રસ્તાઓની ફાળવણી કરવામાં આવેલ છે. જો આ થઈ શકતુ હોય તો ૪૦ થી ૫૦ વર્ષ જુના દબાણદારો કે જે રૂપિયાવાળા નથી એવા સામાન્ય અને ગરીબ લોકોને તેમના રહેઠાણ જેટલી જગ્યા ફાળવી આપવામાં આવે તેવી અમારી રજુઆત છે.

તો અમારી આપશ્રીને રજુઆત છે કે, આગામી ભાદરવી પુનમનો મેળો નજીકમાં હોઈ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૫૦ થી ૬૦ લાખ લોકો આવવાના છે તેવા આધાર પંમાણ વગરના આંકડા જાહેર ન થાય અને આ ટેકનોલોજી યુગમાં આવનર યાત્રીકોની ચોકકસ સંખ્યા પ્રમાણીત સંખ્યા જાહેર થાય એ રીતેની ગણતરી કરવાની વ્યવસ્થા આગામી મેળામાં કરવામાં આવે એવી અમારી રજુઆત છે.

વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા આજે અંબાજીના શ્રી અગ્રેસન ભવનમાં બીજા રાઉન્ડના જનમંચ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જેમાં બનાસકાંઠાના સંસદ અને કોંગ્રેસ નેતાઓની ઉપસ્થિતમાં દાંતા વિધાનસભાના લોકોએ અંબાજી તેમજ દાંતા વિસ્તારની વિવિધ સમસ્યાઓની રજુઆત કરી હતી લેખિત અરજી આપી અને તંત્ર અને સરકાર સમક્ષ રોષ ઠાલવ્યો હતો જેને લઈને વિરોધપક્ષના નેતાએ જનતાની સમસ્યાનો સ્થાનિક તંત્ર અને વિધાનસભા સુધી ઉઠાવીને તેનું સમાધાન કરવાની ખાતરી આપીને ભાજપ સરકારના મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો તેમજ અંબાજીમાં વિકાસના નામે 5 હજાર લોકોના ઘર અને દુકાનો તોડી પાડવાનો નિર્ણય કરીને તેમને નોટિસો આપીને વિકાસના નામે વિનાશ કરવાના આક્ષેપ કર્યા હતા…

વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં ગુજરાતમાં પહેલી મેં 2023થી જનસભાથી વિધાનસભા સુધી લોકોની સમસ્યાનું સમાધાન કરવા જનમંચ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જેમાં વર્ષ 2023માં વિરોધપક્ષના નેતા અમિત ચાવડાને જનમંચ થકી ગુજરાતના 48 તાલુકાઓ અને 6 મહાનગરોમાં 2 હજાર કરતા વધુ ફરિયાદો મળી હતી જેના નિરાકરણ માટે સ્થાનિક કક્ષાએથી લઈને વિધાનસભા સુધી તેમને અવાજ ઉઠાવ્યો હતો જોકે લોકસભાની ચૂંટણી બાદ આજે બનાસકાંઠાના અંબાજી ખાતેથી બીજા રાઉન્ડની જનમંચ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જ્યાં દાંતા વિધાનસભાના લોકોએ વિવિધ સમસ્યાઓની લેખિતમાં રજુઆત કરાઈ હતી જેમાં અંબાજીમાં કોરિડોર બનવવા 5 હજાર લોકોને તેમના ઘર અને દુકાનો તોડી પાડવા નોટિસો આપતા લોકો મુસીબતમાં મુકાઈ જશે તેવી તેમજ જાહેરમાં પોલીસ મથકની નજીક દારૂના અડ્ડાઓ ચાલતા હોવાની.ફોરેસ્ટ વિભાગ દ્વારા આદિવ4 લોકોને તેમજ માલધારી લોકોને હેરાન કરતા હોવાનું તેમજ રેલવે લાઇન માટે આદિવાસી લોકો પાસેથી લીધેલ જમીનોનું વળતર પૂરતું ન આપાયું હોવાનું તેમજ જી.આર.ડી જવાનોની તેમજ આઉટ સોશિગના કર્મચારીઓને લઘુતમ વેતન નથી આપતું તેવી રજુઆત,કરાઈ હતી તો સ્થાનિક લોકો દ્વારા અંબાજી મંદિરમાં પહેલા સ્થાનિક લોકો અને ધર્મ સાથે જોડાયેલા લોકો હતા જોકે 2002 પછી અંબાજી મંદિર ટ્રસ્ટમાં સરકારી કર્મચારીઓ જ હોવાથી મંદિરમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજુઆત કરી હતી તો અંબાજીના ટેક્ષી યુનિયન,લારી ગલ્લા વાળાઓની તકલીફો સહિત આરોગ્ય,શિક્ષણ સહિતની વિવિધ સમસ્યાઓની રજુઆત કરી હતી..

અંબાજીમાં જનમંચ કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે અહીં ઘણી બધી રજૂઆતો અહીં આવી છે. વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ અરજીઓ લીધી છે અને નોંધ પણ કરી છે…તમારો હક લેવા માટે તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે તેનો ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કર્યા છે,આજે ફરીથી બનાસકાંઠાના અંબાજીથી જનમંચના બીજા રાઉન્ડની કરાઈ શરૂઆત..ખેડૂતોને રેલવે લાઇન તારંગા અંબાજીમાં ખેડૂતોને પૂરતું વળતર નહિ મળે તો અમે ખેડૂતોની સાથે રહીને સ્થળ ઉપર જઈને આંદોલન કરીશું.દીયોદરમાં પણ IOCLની લાઈનમાં ખેડૂતોને પૂરતું વળતર ન મળતું હતું જેને અમે સાથ આપ્યો હતો..અને આજ સુધી એ કામ બંદ જ છે..કોઈ કોન્ટ્રાકટરની બાપની જાગીરી નથી કે પૈસા ભરીને પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતોને હેરાન કરે..અંબાજીમાં જે દારૂ વેચાય છે તે વાત સાચી છે..અહીં રાજસ્થાનને અડીને 3 ચેકપોસ્ટ છે જેમાં બીજા રાજ્યનો વિદેશી દારૂ આવે છે.અહીં કહેવાયું કે પોલીસ મથકની બાજુમાં દારૂ વેચાય છે તો હું જિલ્લાનું સર્વે કરાવવાની છે કે ઈંગ્લીશ દારૂ અને દેશી દારૂ વેચવાવાળા કેટલા..તો લોકોને જનજાગૃતિ ઝુંબેશ કરીશું અને વિનતી કરીશું કે કોઈ પીવા ન જાય…તમારા ગામમાં કોઈ દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા હોય તો એનું નામ અને નંબર મને મોકલજો તમારું નામ ગુપ્ત રહેશે. અમે સર્વે કરીને લિસ્ટ બનાવવા માંગીએ છીએ અને હોમ ડિપાર્ટમેન્ટ ને આપીશું,કેટલાક મુદા સેન્સેટિવ છે જે અરજીઓ આવી છે તેનો અભ્યાસ કરીશું..સંકલન સમિતિમાં પણ ઉઠાવશું અને વિધાનસભા સુધી લઈ જઈશ,પહેલા જે વહીવટી તંત્રની સિસ્ટમ હતી તે બદલાઈ છે હવે ગાંધીનગર અને દિલ્હીથી નક્કી થાય છે અહીંના અધિકારીઓ ચિઠ્ઠીના ચાકર છે,જિલ્લામાં કેટલો દારૂ વેચવો એ એસપી અને ગૃહમંત્રી નક્કી કરે કોઈ PSI કે કોન્સ્ટેબલ નક્કી ન કરે, જમીન નો ઇશ્યુ હોય તો મહેસુલ મંત્રી નક્કી કરે આજે કેટલાય કલેક્ટરો જેલમાં છે એમને ઉપરવાળાના કહેવાથી ખોટું કર્યું હતું,ગુજરાત 26 સીટો હેટ્રિકની વાત કરતા હતા એમાં શુ થયું..શામ ,દામ ,દંડ ભેદ કરીને તેમને દાંતમાં 25 હજાર વોટ ખોટા કર્યા હતા..

જનમંચ કાર્યક્રમમાં લોકોની સમસ્યાઓ સાંભળ્યા બાદ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે દાંતા વિધાનસભા માટે અંબાજી પવિત્ર ધામમાં જનતાને અવાજને જનસભા થી વિધાનસભા સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે..ગુજરાતમાં 26 સાંસદો છે જેમાં એક ગેનીબેન સિવાય 25 સાંસદો ભક્તિ કરે છે..આખા વિશ્વમાંથી કોઈપણ અંબાજી આવે એટલે એની શ્રધા આ સ્થળ સાથે જોડાય…પણ સરકાર શ્રધ્ધાનો વેપાર કરે છે..અહીં આદિવાસીઓની જમીનો સાથે વેપાર થાય છે..માતાજીના ધામમાં નશાને પ્રોત્સાહન ન હોય પણ અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે..અહીં અયોધ્યાની જેમ વિકાસની વાત થાય છે પણ ગરીબોનો વિનાશ કરવાની વાત થઈ રહી છે..અહીં મંદિરના નામે ભ્રષ્ટાચાર થાય તેવી અહીં રજૂઆતો કરી..અહીં ધર્માંભાઈની હત્યા થઈ અને કોઈ કાર્યવાહી ન થઈ તે ચિંતાજનક છે તે માટે વિધાનસભા સુધી ઉઠાવશું..રેલવેની જમીનો ના સંપાદનની વાત થઈ તેના વળતર માટે આવાજ ઉઠાવશો,ટેક્ષી યુનિયનની જગ્યા માટેની માંગણી ની વાત થઈ…જીઆરડી જવાનો માટેની તેમજ આઉટ શોશીંગ કર્મચારીઓની તકલીફોની અહીં વાત થઈ.5 હજાર લોકોને અંબાજી કોરિડોર માટે નોટિસો અપાઈ જેમાં સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર લોકોને બેઘર કરવામાં આવશે તે સમસ્યા અહીં કહેવાઈ,ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની અહીં વાત થઈ તે ખુબજ ગંભીર છે,73 aa ની જમીનો અહીં NA કરીને જે લોકો બે નંબરના પૈસા વાળા લોકોને અહીં જમીન આપીને વેપાર કરીને કૌભાંડ થઈ રહ્યું છે,અહીં પાથરણા વાળા અને શાકભાજી વાળાઓને નોટિસો આપીને વિકાસના નામે હટાવવામાં આવી રહ્યા છે ગરીબ લોકોને હટાવીને હેરાન કરીને શુ વિકાસ થવાનો છે,આખા ગુજરાતમાં 2022માં 156 સીટો સાથે ભાજપની સરકાર બની પણ લોકોનું કામ ઓફિસોમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી પૈસાદાર લોકોનું જ કામ થાય છે.,1 મેં.2023ના જનમંચ કાર્યક્રમની પાલનપુર માંથી શરૂઆત કરી હતી આજે બીજા રાઉન્ડમાં પણ અંબાજી માંથી શરૂઆત થઈ છે .પ્રજાના પૈસા થી સરકારનું બજેટ બને છે..મુખ્યમંત્રી તેમજ મોટા અધિકારીઓ અને કર્મચારીઓનો પગાર થાય છે..જે વિકાસના કામોમાં ખર્ચ થાય છે એ પૈસા જનતાના છે..આપણા જ રૂપિયા છે,તમારી આજુબાજુ કોઈ ખોટું થતું હોય અને ભ્રષ્ટાચાર થતો હોય તો વિધાનસભા કોંગ્રેસ પક્ષની ઓફિસમાં કાગળ મોકલજો તેની રજુઆત કરીશું અને કોપી તમને મોકળીશું અને એના નિવારણ કરવાનો કોંગ્રેસ પક્ષ પ્રયાસ કરશે..
લાઈવ સ્પીચ-અમિત ચાવડા -વિરોધ પક્ષ નેતા

જનમંચ કાર્યક્રમમાં અંબાજી તેમજ દાંતા વિસ્તારના અનેક લોકોએ પોતાની વિવિધ મહત્વની સમસ્યાઓ અમિત ચાવડા અને ગેનીબેન સમક્ષ કહી હતી જેને લઈને ગેનીબેન ઠાકોરે લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટેની તેમજ રેલવે લાઈનમાં યોગ્ય વળતર ચૂકવવા માટેની રજુઆત કરવા તેમજ દારૂના વેપારની બદીને ડામવા માટે સર્વે કરીને હોમ મિનિસ્ટર તેમજ કેન્દ્રીય ગૃહમંત્રીને રજુઆત કરવાની ખાતરી આપી હતી અને જરૂર પડતો આંદોલન કરવાની વાત કરી હયી તો મંદિરમાં ધજાના નામે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કર્યા હતા અને લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે કોંગ્રેસ પક્ષે તમામ પ્રયત્નો કરશે તેવી વાત કરી હતી.

તો બીજી તરફ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જનમંચ કોઈ રાજકીય પક્ષનું નહિ પણ તમામ લોકોનું હોવાનું કહી તમામ લોકો તેનો આવાજ ઉઠાવે તે માટેનું મંચ ગણાવ્યું હતું અને લોકોની વિવિધ સમસ્યાઓ જાણી ભાજપ અને તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા તો અયોધ્યાની જેમ અંબાજીમાં પણ ભાજપ વિકાસના નામે 5 હજાર લોકોને નોટિસો આપીને તેમની દુકાનો અને ઘર તોડી પાડી તેમને રસ્તા ઉપર લાવવાનો કરશો કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ જે મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર છે તેનો વેપાર થઈ રહ્યો છે,મંદિર પણ વહીવતદારોના હાથમાં છે, ધર્મનો રાજનીતિમાં ભાજપે બહુ ઉપયોગ કર્યો છે અયોધ્યમાં પહેલા વરસાદમાં જ મંદિરમાં પાણી ટપકયું.. અહીં અંબાજીમાં પણ વિકાસના નામે લોકોને બે ઘર કરવાનું કામ થઈ રહ્યું છે..લોકોને વિશ્વાસમાં લઈને વિકાસ કરાય આવી રીતે લોકોને હેરાન કરાય નહિ..અમે ગુજરાતના તમામ તાલુકા અને નગરપાલિકા વિસ્તારોમા જઈને લોકોની સમસ્યા જાણીશું..

અહેવાલ :- ઉમેશ ઠાકોર (અંબાજી)