યાત્રાધામ પ્રાચીથી પસાર થતી સરસ્વતી પ્રાચી તીર્થ સરસ્વતી નદીમાં પ્રથમ ભારે પુર આવતા પ્રાચી તીર્થ ભૂદેવ એ નવા જળને પૂજા અર્ચના કરી વધાવ્યા હતા.

ગીર સોમનાથ

ગીર સોમનાથ ના પ્રાચી તીર્થમાં મોસમ નું પ્રથમ ભારે પાણી આવતા તીર્થ ગોર મહારાજ એ તેના જળને પૂજન પવિત્ર વેદમંત્રો સાથે પુજા ,કરી જળમાં શ્રીફળ અર્પણ કરી સરસ્વતી માતાને જય જય કાર સાથે વંદન કરી વધામણા કર્યા હતા પૂર્વ વાહીની એકમાત્ર સરસ્વતી નદી મોક્ષ પીપળા ના સાનિધ્યે કુંડમાં વહે છે જ્યાં પિતૃ શ્રાદ્ધ વિધિ કરવાનો પ્રાચીન યુગથી મહિમા રર્યો છે. આ પવિત્ર સ્થાન ગણાય છે જ્યાં પૂરને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું

અહેવાલ :- દીપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)