યાત્રાધામ પ્રાચી તીર્થમાં માનવ મહેરામણ, અમાસના દિવસે યાત્રિકાઓનો ભારે ઘસારો

ગિર સોમનાથ, પ્રાચી:
સો વાર કાશી અને એક વાર પ્રાચી એવી વિખ્યાતી ધરાવતો પ્રાચી તીર્થ ધામ અમાસના દિવસે યાત્રિકાઓથી ઉંમરાયો રહ્યો હતો. અહીંની મુખ્ય આકર્ષણ છે અતિ પ્રાચીન મોક્ષ પીપળો, જ્યાં યાત્રિકાઓ પિતૃ તર્પણ અને પિતૃ કાર્ય માટે મોટા પ્રમાણમાં ઉમટ્યા હતા.

પ્રાચી તીર્થમાં આવેલું પ્રાચીન માધવરાયજીનું મંદિર, પવિત્ર સરસ્વતી નદીના કિનારે આવેલું સરસ્વતી ઘાટ અને શીતળા માતાજી સહિતના સાત શિવમંદિરો યાત્રિકાઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
યાત્રિકાઓ પિતૃ માસ દરમિયાન ખાસ કરીને આ સ્થળે પાણી રેડવા, વિધિપૂર્વક પૂજા અર્ચના કરવા અને દાન-દક્ષિણાનો લાભ લેવા માટે દૂર-દૂરથી આવી રહ્યાં છે.

મોક્ષ પીપળે પર પાણી રેડવાનો વિધિ અમાસના દિવસે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે પ્રાચી તીર્થમાં ભારે ભીડ જોવા મળે છે, જેમાં સોમનાથ, તાલાળા અને ઉના વિસ્તારથી પણ મોટી સંખ્યામાં યાત્રિકાઓ પ્રાચી તીર્થ પહોંચે છે.
પ્રાચી તીર્થ સોમનાથથી આશરે ૨૭ કિલોમીટર, તાલાળાથી ૧૮ કિલોમીટર અને ઉનાથી ૬૫ કિલોમીટર દૂર આવેલું છે.

આ ભક્તિમય યાત્રાએ લોકોને આધ્યાત્મિક શાંતિ અને ધર્મકર્તવ્યનો અનુભવ થાય છે.
આ અંગે પ્રાચી તીર્થના બધી જાતના સેવા અને વ્યવસ્થાઓ તત્પર રહે છે.

અહેવાલ: દિપક જોશી, પ્રાચી, ગીર સોમનાથ