યાત્રા ધામ પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ, દંત યજ્ઞ,હાર્ડવૈદ, જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો..

પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, દંત યજ્ઞ, હાડ વૈદ,જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો જેમાં આ કેમ્પના દાતા જયસુખભાઈ રાઠોડ પીખોર કોળી સમાજના મહેતાજી તથા શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના ડો. ધર્મેન્દ્રસાહેબ તથા ડો. ભગીરથ સિંહ રાઠોડ માધવ ક્લિનિક ઘંટીયા ફાટક તથા ડોક્ટર સાવલિયા સાહેબ રોહિતભાઈ પટેલ પ્રાચી તથા મહંત શ્રી કરસનદાસ બાપુ ઉપવાસી પાધેશ્વરી આશ્રમ મટાણા તથા દાંતના ડોક્ટર જયસુખભાઈ મકવાણા તથા મોનિકાબેન ભટ્ટ અને તેમની ટીમ તથા બીપીનભાઈ જાની ચ્યવન ઋષિ આશ્રમ સુત્રાપાડા ગૌરવભાઈ મહેતા સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનો ના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવાર ના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમા એ કેમ્પને ઉદ્બબોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આતકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર,પાંચ મહામૃત્યુંજય મંત્રનો સામુહિક જાપ કરેલ ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન નો સંદેશ પાઠવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું .

તેમજ ગાયત્રી પરિવારના અમારા કાર્યકર્તા વજુભાઈ ગોહિલના ભાઈ જેસીંગભાઇ નું દુઃખદ અવસાન તેમજ વડનગરના યુવાન વિવેકભાઈ નું દુઃખદ અવસાન થતા પાંચ ગાયત્રી મહામંત્ર અને બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તથા આ કેમ્પ ના દાતા જયસુખભાઈ રાઠોડ ના પરિવાર નુ સન્માન પરમ પૂજ્ય ગુરુદેવ ના દેવસ્થાપન ફોટો તથા ગુરુદેવના સાહિત્ય વડે પાધેશ્વરી આશ્રમ મટાણા ઉપવાસી મહંત કરસનદાસ બાપુ દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ હતુ આ કેમ્પમાં ડો. ધર્મેન્દ્ર સાહેબે 140 દર્દીઓને દર્દીઓ ને તપાસી જેમાં થી 39 દર્દીઓ ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા દાંતના કેમ્પમાં ડોક્ટર જાગૃતિ બેને સંજયભાઈ તથા તેમની ટીમે 40 દર્દીને તપાસી દવા આપી હતી અને પાંચ દાંતની ચોકટ ફ્રી બનાવી આપવામાં આવી હતી જનરલ ચેકઅપ કેમ્પમાં ડો. ભગીરથસિંહ રાઠોડ માધવ ક્લિનિક ઘંટીયા ફાટક એ 60 થી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા હાર્ડવૈદ હમીરભાઇ પ્રાચી એ 20 દર્દીને હાથ પગ સાંધા ના દુખાવા ના મસાજ કરેલ તથા દાતા તરફ થી સૌના માટે ચા – પાણી તથા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાંઆવી હતી .

આ કેમ્પ ને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી (બોસન) નાથાભાઇ સોલંકી ( થરેલી ) તથા રોહિતભાઈ દરબાર અમરાપુર, રાહુલભાઈ રાઠોડ બોસન તથા ભલુભાઈ બોસન તથા જુસાભાઈ વડાળા, વજુભાઈ ગોહિલ નરસિંહભાઈ વાઢેર છગિયા વાલાભાઈ કંટાળા, દિવાળીબેન પ્રાચી,સોનીબેન ગોરખમઢી તથા,પત્રકાર જાદવભાઈ ચુડાસમા સહિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો….

અહેવાલ : દિપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)