જાણીતી સંસ્થા યુ.એન.એમ. ફાઉન્ડેશન (ટોરેન્ટ ગ્રુપ) દ્વારા જૂનાગઢ શહેરમાં બાળકોથી ભરેલી પરિવારજનો માટે આશાની કિરણરૂપ સેવા શરૂ કરવામાં આવી છે.
6 મહિના થી 18 વર્ષની વયના બાળકો માટે નિદાન અને પ્રાથમિક સારવાર હવે સંપૂર્ણ રીતે વિનામૂલ્યે ઉપલબ્ધ બનશે.
આ સેવા સોમવારથી શનિવાર, સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
સ્થળ છે:
યુ.એન.એમ. ચિલ્ડ્રન પી.એચ.સી., J.B. કોમ્પલેક્ષ, લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી, હોટેલ સેફાયરની બાજુમાં, બસ સ્ટેન્ડ સામેની ગલી, જૂનાગઢ.
યુ.એન.એમ. ફાઉન્ડેશનના સહયોગથી આવા નવતર પહેલનો ઉદ્દેશ નાના બાળકોના આરોગ્યની કાળજી માટે સરળ અને મફત સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે, ખાસ કરીને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ માટે.
આ સેવા વિશે વધુ માહિતી મેળવવા અથવા અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરી શકાય છે મો. નં. 6357344276 પર.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ