રંગપુરથી પીપળવા-ગાંગેથા માર્ગ પર પેચવર્કનું કામ પૂરું, વરસાદમાં વાહન વ્યવહાર સરળ બન્યો.

ચોમાસાની ઋતુમાં રસ્તાઓ પર પડતા ખાડા વાહનચાલકો માટે મોટી સમસ્યા ઊભી કરે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આવા રસ્તાઓ વાહન વ્યવહાર માટે જોખમી બની જાય છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ, આવા ખાડા ભરવાના અને તુટેલા રસ્તાઓનું સમારકામ તાત્કાલિક ધોરણે હાથ ધરાઈ રહ્યું છે.

અત્રે જણાવ્યું પ્રમાણે, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રંગપુરથી પીપળવા ગાંગેથા સુધીના માર્ગ પર પેચવર્કનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અમુક સ્થળોએ વરસાદના કારણે ભારે નુકસાન થયું હતું, જેને હવે સુધારવામાં આવ્યું છે.

અધિકારીઓ દ્વારા જણાઈ આવ્યું કે, મોટા વાહનો અને બે-ચાર પંકતી વાહનોના સતત વાહનવ્યવહારને કારણે રસ્તા નબળા પડતાં ખાડા પડી ગયાં હતાં. હવે પેચવર્ક બાદ વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત બન્યો છે.

વિશેષ નોંધનીય છે કે, ગિર સોમનાથ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આવા પેચવર્કના કામો સતત ચાલુ છે, જેથી નાગરિકોને ખલેલ ન પડે અને ચોમાસાની ઋતુમાં પણ સરળ પ્રવાસ શક્ય બને.


અહેવાલ – પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ