રક્તદાતાશ્રીઓના સત્કાર સમારંભની સાથે વિવિધ કાર્યક્રમો યોજીને અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરતું જુનાગઢનું ગિરનારી ગ્રુપ.

જૂનાગઢ

ગિરનારી ગ્રુપના સમીર દતાણી, સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, તાજેતરમાં દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા જુનાગઢ શહેર તથા આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને મીઠાઈ તથા ફરસાણ નું વિતરણ કરવામાં આવેલ હતું. તથા અતિ જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણાની કીટ, સાડી આપવામાં આવી હતી.

ગૌમાતાઓને ધ્યાનમાં રાખીને ગોળ, ખોળ, ભુસુ, તેલ, પાણીનું મિશ્રણ કરીને લાડવા બનાવીને ગૌમાતાઓને ખવડાવવામાં આવેલા હતા. સાથે જુનાગઢ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર માં આવેલ વિહાન સંસ્થા દ્વારા સંચાલિત એચઆઈવી ગ્રસ્ત પીડિત બાળકોને મીઠાઈ, ફરસાણ, કપડાં, ફટાકડા સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવેલું હતું. જેમાં ડૉ. ચંદ્રેશ વ્યાસ, વીપુલભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગિરનારી ગ્રુપના નેજા હેઠળ વર્ષ રક્તદાન કેમ્પ દરમિયાન રક્તદાતાશ્રીઓ એ પોતાનો કિમતી અને પવિત્ર સમય કાઢીને પોતાના રક્તનું દાન કરીને એક જીવને બચાવવામાં સહભાગી થયા છે. એવા તમામ રક્તદાતાશ્રીઓનો સત્કાર સમારોહ ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિ ધામ ખાતે યોજવામાં આવેલ હતો. જેમનું દીપ પ્રાગટ્ય જલારામ ભક્તિ ધામના પ્રો.પી. બી. ઉનડકટ, પ્રવીણભાઈ પોપટ, નાગદાનભાઈ વાળા(ગાયત્રી મંદિર) ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ શ્રી અરશીભાઈ રામ વિગેરે ઉપસ્થિત લોકોના વરદહસ્તે કરવામાં આવેલ હતું. મુખ્ય અતિથિ વિશેષ પદે ભારતી આશ્રમ, ભવનાથના લઘુ મહંત શ્રી મહાદેવ ભારતી બાપુએ ઉપસ્થિત રહીને આશિષ પાઠવ્યા હતા. તેમજ શ્રી જગદીશભાઈ દતાણી, દમયંતીબેન દતાણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેનશ્રી અરજણભાઈ દિવરાણીયા, ગુડ્ડીબેન શેઠ, ઉષાબેન શ્રૌત્રિય, દિનેશભાઈ ચુડાસમા, કમલેશભાઈ ડાકી, દેવશીભાઈ દીવરાણીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ રક્તદાતાશ્રીઓને દિવાળી પર્વની શુભેચ્છા રૂપે મોમેન્ટો, મીઠાઈ તમામ રક્તદાતાશ્રીઓને આપી આભાર વ્યક્ત કરવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત સૌએ સમૂહ માં ભોજન પ્રસાદ લીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી નરેન્દ્રસિંહ ચુડાસમા, દિનેશભાઈ રામાણી, પરેશભાઈ સાવલિયા, સમીરભાઈ દવે, દેવાંગભાઈ પંડ્યા, કિર્તીભાઈ પોપટ, પરેશભાઈ પંડ્યા, લલીતભાઈ ગેરીયા,શ્રી ભાર્ગવભાઈ દેવમુરારી, સંજયભાઈ વાઢેર, હરિભાઈ કારીયા, સમીરભાઈ ઉનડકટ, સુધીરભાઈ રાજા, વિશાલભાઈ અભાણી, સુરેશભાઈ વાઢીયા, શુભભાઈ વાઢીયા, ભરતભાઈ ભાટીયા, મનીષભાઈ રાજા, જીગ્નેશભાઈ વ્યાસ, દિલીપભાઈ દેવાણી, બીપીનભાઈ ઠકરાર, ગૌરવભાઈ પોપટ, યાત્રિકભાઈ ભટ્ટ, વેદભાઈ બારૈયા, પરાગભાઈ યાદવ, કશ્યપભાઈ દવે, રાહુલભાઈ ભટ્ટ, જીગ્નેશભાઈ વ્યાસ, વિશાલભાઈ અભાણી, વિપુલભાઈ બુધ્ધદેવ વિગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)