રમત ગમત સાંસ્કૃતિક અને સેવાને વરેલી કેશોદની સૌથી જૂની સંસ્થા આઝાદ કલબ ખાતે સાધારણ સભા અને સન્માન સમારંભ યોજાયો.

કેશોદ

કેશોદ શહેરમાં આઝાદી સમયથી સક્રિય સંસ્થા આઝાદ ક્લબ 75 વર્ષ પૂર્ણ થતાં 76માં વર્ષના આગામી આયોજન અંગે વાર્ષિક સાધારણ સભાનું આયોજન શિક્ષક દિનના દિવસે આઝાદ ક્લબના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભે શહેરની અગ્રગણ્ય સંસ્થાના પ્રતિનિધિઓ,પૂર્વ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી,ટ્રસ્ટીશ્રી જયેશભાઈ કૌશિક,ડો.પ્રેમાંગ ધનેશા,દિનેશભાઈ કાનાબાર,પૂર્વ પ્રમુખશ્રીઓ,ક્લબનાં સદસ્યો અને શહેરનાં અગ્રણીઓને ઉપસ્થિતિમાં કેશોદના ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટીશ્રી જયેશભાઈ કૌશિકે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીશ્રી હરીશભાઇ ચાંદ્રાણીએ તાજેતરમાં વેટરન્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં રોમના ઈટલી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ કેશોદને ગૌરવ અપાવ્યું તે બદલ ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે આઝાદ ક્લબનાં પૂર્વ સેક્રેટરી હરસુખભાઈ લશ્કરી અને સુભાષભાઈ વાળાને શ્રેષ્ઠ શિક્ષક માટે બિરદાવવામાં આવ્યા હતા.

સંસ્થાની લાગણીને માન આપી સતત ત્રીજા વર્ષ માટે આઝાદ ક્લબના પ્રમુખ માટે સર્વાનું મતે ચૂંટાયેલા ડો.હમીરસિંહ વાળા અને સેક્રેટરી જીગ્નેશ ચોવટીયાનું જુદી-જુદી સંસ્થાઓએ બહુમાન કર્યું હતું.શ્રી વાળાએ ગત વર્ષની ઝાંખી રજૂ કરી હતી અને સંસ્થાને સહયોગી શહેરના સર્વ દાતા,રાજકીય અને સામાજિક અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કેશોદ શહેરમાં વિનામૂલ્યે મુક્તિરથ સેવા કાર્ય કરતી સંસ્થા દેસાઈ અમૃતબેન સવજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડાયાભાઈ દેસાઈ,રાધે ધૂન મંડળ અને ગોપી ગૌ સેવાના પ્રતિનિધિઓને પણ મહાનુભાવોના હસ્તે બિરદાવ્યા હતા.જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડતા અક્ષય અન્નક્ષેત્રના નીતિનભાઈ બુટાણી, સદભાવના અન્નક્ષેત્રના વિજયભાઈ દેવાણી,જલારામ મંદિર કેશોદના રમેશભાઈ રતનધાયરા,મારુતિ અન્ન ક્ષેત્રના જતીનભાઈ સોઢાને બિરદાવવામાં આવ્યા હતા.આ તકે ડો.ભુપેન્દ્ર જોશીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.પૂર્વ પ્રમુખ ડો.રાજેશ સાંગાણીએ ડો.હમીરસિંહ વાળાના પ્રતિનિધિત્વમાં સમગ્ર કારોબારીને અભિનંદન પાઠવ્યા હતા અને ક્લબના ઇતિહાસની ઝાંખી માટે તૈયાર થઈ રહેલ પુસ્તક માટે દિશા સૂચન કર્યું હતું.

ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ માટે ડો.નરેશ કાનાબારે સૌને અભિનંદન પાઠવ્યા હતા.ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારે વાર્ષિક હિસાબનું વાંચન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી લશ્કરી અને ડો.ભુપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના સફળ આયોજન માટે ઉપપ્રમુખ ડો. સ્નેહલ તન્ના અને આર.પી.સોલંકી તેમજ કારોબારી સદસ્યોની સક્રિય ભૂમિકા રહી હતી.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)