રવિ કૃષિ મહોત્સવના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૪ માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આગામી ૬ ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે.

 

બનાસકાંઠા જિલ્લા સ્થિત સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ સંકુલ મુકામે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સવારે ૯-૦૦ કલાકથી રાજય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાશે. આ સાથે તા.૬ અને ૭ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે પણ આ કૃષિ મહોત્સવનું આયોજન હાથ ધરાશે. બનાસકાંઠા જિલ્લામાં રાજય કક્ષાનો ૧(એક) અને તાલુકા કક્ષાના ૧૩ (તેર) કુલ મળીને ૧૪ કાર્યક્રમ યોજાશે.

 

રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી જેમાં કાર્યક્રમને અનુરૂપ સુચારુ કામગીરીની સોંપણી કરાઈ હતી.આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

*બોક્સ*

________

– દાંતીવાડા મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ, કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો મહોત્સવ

– પાલનપુર તાલુકો:- ગુરુ મંદિર સલેમપુરા-વેડચા રોડ સલેમપુરા ગામ ખાતે તાલુકા કક્ષાનો,

– અમીરગઢ તાલુકો :- લોકનિકેતન વિરમપુર અમીરગઢ ખાતે,

– વડગામ તાલુકો :- APMC વડગામ ખાતે,

– ડીસા તાલુકો :- અજંતા કોલ્ડ સ્ટોરેજ, ડીસા-પાલનપુર હાઇવે, ડીસા ખાતે,

– વાવ તાલુકો :- APMC વાવ ખાતે,

– દાંતા તાલુકો :- APMC દાંતા ખાતે,

– ધાનેરા તાલુકો :- શ્રી આદર્શ વિદ્યાલય, થાવર ધાનેરા ખાતે,

– દિયોદર તાલુકો :- APMC મેદાન, દિયોદર ખાતે,

– કાંકરેજ તાલુકો :- શ્રી રાજ્યવિદ્યા પ્રચાર સેવા સંસ્થા કુવારવા આશ્રમ, કુવારવા, કાંકરેજ ખાતે,

– ભાભર તાલુકો :- મહાકાળી માતાનું મંદિર, ખારા, ભાભર ખાતે,

– સુઈગામ તાલુકો :- રાજેશ્વર મહાદેવ મંદિર, સુઈગામ ખાતે,

– થરાદ તાલુકો :- APMC થરાદ ખાતે,

– લાખણી તાલુકો :- APMC, લાખણી ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાશે.

 

(અહેવાલ :- બ્યુરો,પાલનપુર)