રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાંથી મોટરસાઇકલની ચોરી કરનાર જેતપુરનો શખ્સ ઝડપાયો.

રાજકોટ

રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાંથી બાઈક ઉઠાંત્રી કરતા શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જેતપુરમાં થી 6 બાઇક સાથે પકડી પકડી પાડી જેતપુર પોલીસને સોંપ્યો.

બનાવની વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે જેતપુરના અમનગર રોડ શ્રીજી સ્કૂલ નીલ કમલ એપાર્ટમેન્ટમાં રહેતા, જયપાલ બહાદુરભાઇ વાળાને ચોરીની 6 મોટરસાયકલ સાથે પકડી પાડેલ આ શખ્શ સામે વણશોધાયેલા રાજકોટ મેટોડા જીઆઇડીસી માં બે ગુના નોંધાયેલા હોય જે વાહન ચોરીના હોય જેથી એલસીબી પોલીસે પકડી પાડતા આરોપીએ મેટોડા જીઆઇડીસી તેમજ રાજકોટના કાલાવડ રોડ પરથી આ મોટરસાયકલ ચોરી કર્યાનું કબૂલ્યું હતું. જેમાં પોલીસે આ શખ્સ પાસેથી છ મોટરસાયકલ કબજે કરેલ તેમજ એક મોબાઈલ સાથે પકડી પાડે આગળની કાર્યવાહી માટે જેતપુર સિટી પોલીસને સોંપી આપેલ.

અહેવાલ :- કરણ સોલંકી (રાજકોટ)