રાજકોટ અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટના બાદ જામનગર સહિત રાજ્યભરમાં તંત્ર સફાળું જાગ્યું છે..

જામનગર
જામનગરમાં ગેમઝોન, હોટેલ, રેસ્ટોરેન્ટ, શાળા-કોલેજો સહિતનાઓ પર ફાયર સેફટી, ફાયર NOC, જરૂરી પરવાનગીઓ મુદ્દે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે… એવામાં હવે શેક્ષણિક સત્ર પણ શરૂ થતાં જામનગર RTO વિભાગ પણ મેદાને ઉતર્યું છે અને શાળાઓમાં બાળકોને લેવા-મુકવા જતા સ્કૂલવાનની સેફટી, CNG વાહનોની પરવાનગીઓ, ઓવરલોડેડ બાળકોને ભરતા વાહનો, પ્રાઇવેટ પાર્સિંગમાં સ્કૂલવાન ચલાવનારાઓ, વાહન ફિટનેસ સર્ટી, સહિતના નિયમોને ધ્યાને રાખી RTO વિભાગ મેદાને ઉતર્યું છે… અને નિયમોઅનુસાર દંડનાત્મક કાર્યવાહી કરી નિયમોનું પાલન ન કરનારાઓ સામે લાલ આંખ કરી છે…

.અહેવાલ : સલમાન ખાન (જામનગર)