જૂનાગઢ બી ડિવિઝન પોલીસે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મો.સા. ચોરીના ગુનામાં સંકળાયેલ એક ઇસમને ચોરાયેલી મોટરસાઇકલ સાથે ઝડપી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કર્યો છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં ચોરીઓને રોકવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું હતું.
આ અન્વયે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ્પેકટર એ.બી. ગોહીલની આગેવાની હેઠળની ટીમ ગુન્હા નિવારણ શાખા સાથે તપાસમાં હતી. ખાનગી બાતમી આધારે પો.હેડ.કોન્સ્ટેબલ પરેશભાઈ હુણ, રવિન્દ્રભાઈ વાંક, પો.કોન્સ્ટેબલ જેઠાભાઈ કોડીયાતર તથા કરશનભાઈ ભારાઈને મજેવડી દરવાજા પાસે ચોરી કરેલી મો.સા. સાથે એક ઇસમ હાથ લાગ્યો હતો.
🔹 પકડાયેલ આરોપી:
રેહાન હારૂનભાઈ હીંગોરા (ઉંમર 18)
ધંધો – મજુરી
રહે. જૂનાગઢ, ગાંધીચોક પાસે કસાળ વાડાની બાજુમાં
🔹 નાસતો ફરતો આરોપી (પકડવાનો બાકી):
સીકંદર ઉર્ફે ભોલુ જુમાભાઈ પલેજા
રહે. જૂનાગઢ, ભાતમીલના ઠોળા પાછળ
🔹 ચોરાયેલી મો.સા. ની વિગત:
હોન્ડા કંપનીની ગ્રે કલરની એક્ટિવા
રજી. નં. GJ-03-KM-3428
કિંમત રૂ. 30,000/-
🔹 સારી કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓ:
આ કામગીરીમાં પો.ઇન્સ. એ.બી. ગોહીલ, પો.હેડ કોન્સ. પરેશભાઈ હુણ, કૈલાશભાઈ જોગીયા, રવિન્દ્રભાઈ વાંક, પો.કોન્સ. જેઠાભાઈ કોડીયાતર, કરશનભાઈ ભારાઈ, મુકેશભાઈ મકવાણા તથા ભુપતભાઈ ધુળાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ