રાજકોટ ખાતે કોળી સમાજ ગુજરાત દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો.

રાજકોટ

સમસ્ત કોળી સમાજ ના ગુજરાત ના વિધાર્થીઓ ભાઈઓ બહેનો નો સન્માન સમારોહ હેમુ ગઢવી હોલ પર રાખવામાં આવ્યો હતો. રેખાબેન સગારકા અને જયેશભાઈ ઠાકોર દ્વારા સમગ્ર ગુજરાતના સમસ્ત કોળી ઠાકોર સેના દ્વારા આયોજિત સમસ્ત કોળી સમાજના ગુજરાતના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો નો સન્માન સમારોહ હેમુ ગઢવી હોલમાં રાખવામાં આવેલ હતો

2000 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે

વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રતિ આગળ વધે અને પોતાનું નામ આગળ બનાવે એના માટે એને પ્રેરણા સ્ત્રોત રીતે ઉપયોગમાં આવે તેવા કાર્યક્રમ વારંવાર યોજવામાં આવશે અને કોળી સમાજના વિદ્યાર્થીઓને એક અલગ નવો રાહ મળે એના માટે જયેશ ઠાકોર અને રેખાબેન સગારકા દ્વારા નવી પહેલ કરવામાં આવી છે જેમાં ડોક્ટર સનતકુમાર ચારિયા દ્વારા બધા જ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ફિલ્ડ આપવામાં આવ્યા છે જેઓ શીલ્ડના દાતા હતા

આ કાર્યક્રમમાં કોળી સમાજના અગ્રણીઓ માંધાતા સ્થાપક શ્રી ભુપતભાઈ ડાભી ,માંધાતા પ્રવક્તા શ્રી વિનોદભાઈ નાગાણી , ડોક્ટર સનત કુમાર ચારીયા,મહેશ જી કોલી, નિલેશભાઈ ડોકલ, ભાવેશભાઈ ડાભી ,તેમજ વડાલની સર્વ, પી આઈ ઝણકાત સાહેબ, ડોક્ટર ધર્મેશભાઈ પરમાર, ટીમ,રણછોડભાઈ ઉધરેજા ,શૈલેષભાઈ માલમ ,કેશુભાઈ ભુવા ભૂપતભાઈ કરગઠીયા ,તેમજ રાજકોટની સર્વ કોળી સમાજની ટીમ,શિલ્પાબેન, આશાબેન ઉધરેજા ,લીલાબેન જાદવ ,વાસંતીબેન મહેરીયા બેન, સંજયભાઈ ડેરવાળિયા, હર્ષભાઈ ભરડા, વન વિભાગના સાહેબ શ્રી,
તેમજ બહોડી સંખ્યામાં ભાઈઓ બહેનો અને નાના બાળકો બધા જ હાજર રહ્યા હતા.

અહેવાલ:-ગુજરાત બ્યુરો