રાજકોટ
પ મી જૂન,વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
રાજકોટ રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા તા.પમી જૂન એટલે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ‘લોકો માટે, લોકો દ્વારા’ થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1972 માં કરવામાં આવી હતી. આ દિવસને ઉજવવા પાછળનો આશય જનમાનસમાં પર્યાવરણ અંગે જાગૃકતા વધે અને લોકો પર્યાવરણની સુરક્ષા કાર્યમાં સહભાગી બને તેવો છે.
રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા એક ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટસનું એક્ઝિબિશન રાખવામાં આવેલ હતું
આ એક્ઝીબીશનમાં મીટ્ટીકુલ કંપની દ્વારા માટીના વિવિધ વાસણો, વાસુ ઇકો ફ્રેન્ડલી કંપની દ્વારા પેપરમાંથી બનાવેલ ડિસ્પોઝેબલ વસ્તુઓ, સંતૃપ્ત આહાર દ્વારા એલ્ગે નું હેલ્થી ફૂડ , વ્હીટસ ઓફ ગ્રીન દ્વારા પ્લાન્ટ બેઝ્ડ મિલ્ક પ્રોડક્ટ્સ , પંચગવ્ય હર્બલ પ્રોડક્શન દ્વારા આયુર્વેદિક વસ્તુઓ માથી ધૂપ-દીપ, 9R વેસ્ટેક કંપની દ્વારા વાંસમાંથી બનાવેલ બ્રશ,દાંતિયા, શો-પીસ જેવા ઉત્પાદનોનું નિર્દશન કરાવવામાં આવ્યું હતું. આ સાથે એક ઓપન સ્ટેજ પફોમન્સ કાર્યક્રમમાં કવિ સંમેલન યોજવામાં આવેલડૉ સુમિત એમ. વ્યાસ, ઓમ દીપકુમાર, ખુશી દાફડા, ડૉ મીના જેઠવા,સોમદીપકુમાર વગેરે લોકોએ પર્યાવરણ પર કવિતા રજુ કરીને મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ ફેન્સી ડ્રેસ શો અને ડાન્સમાં, શુભ રાઠોડ, નૈત્રી મહેતા, મોક્ષા વોરા,વ્યોમ શુક્લા જેવા નાના ભૂલકાઓ એ પર્યાવરણને પ્રદર્શિત કરતા ડ્રેસનું નિદર્શન અને ડાન્સ રજુ કરેલ હતો તેમજ ગાયન સ્પર્ધામાં ઓમદીપ કુમાર, મન આલાપ નિર્મલ,ભરતી ભટ્ટએ પર્યાવરણ પર ગીત ગાઈને લોકોને પર્યાવરણનો સંદેશો આપ્યો હતો.
બાળકોની કલ્પના નું પર્યાવરણનું ચિત્ર પણ દોરવામાં આવ્યું હતું જેમાં ઓમદીપ કુમાર,ખુશી દાફડા,સેજલ કન્જારીયા,સોમદીપકુમાર,પરી પટેલ,અનવી કાપડિયા,જયરાજ ભાનુંસાળી,આરવ કંદ્પાલ,મોક્ષ વોરાએ ભાગ લઇ રીજીયોનલ સાયન્સ સેન્ટર,રાજકોટ દ્વારા વિવિધ કલાઓ થકી લોકો સુધી પર્યાવરણના જતનનો સંદેશ રજુ કર્યો હતો.
આ ઉપરાંત સેન્ટરની મુલાકાતે આવનાર દરેક મુલાકાતીઓને રીજીયોનલ સાયન્સ સેન્ટર ની ‘ચાલો વૃક્ષ રોપીએ’ પહેલ હેઠળ વૃક્ષોના બીજ વિતરણ કરવામાં આવ્યું હતું તે સાથે મુલાકાતીઓ માટે ફ્લાવર મેકિંગ ફ્રોમ પ્લાસ્ટિક બોટલ એન્ડ બેગ, અને પોટ ઓફ લાઇફ જેવી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. આ ઉજવણીમાં આશરે ૧૬0 જેટલા મુલાકાતીઓ આ કાર્યક્રમના સહભાગી બન્યા હતા.
અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)