રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામને કારણે વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

રાજકોટ

રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે 25 જૂનથી 27 જૂન, 2024 સુધી ઓખા-વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેન (19252/19251)ને જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઇને ચાલશે. ભાવનગર ડીવીઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલવા વાળી ટ્રેનો:
* ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 25.06.2024, 26.06.2024 અને 27.06.2024ના રોજ ડાયવર્ટેડ રૂટ કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈને ચાલશે.
* ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 25.06.2024, 26.06.2024 અને 27.06.2024ના રોજ ડાયવર્ટેડ રૂટ વેરાવળ-જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઈને ચાલશે.
રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

અહેવાલ :- (ગુજરાત બ્યુરો)