રાજકોટ ના ગેમઝોન ના ગોઝારા અગ્નિકાંડ માં કાળ નો કોળિયો બનેલા વેરાવળ ના નવોઢા દંપતી

વેરાવળ:

રાજકોટ ગેમ જોન માં થયેલ અગ્નિકાંડ માં મૃતકો નાં મૃતદેહ ચાર દિવસે પરિવાર જનો ને મળતાં વેરાવળ ખાતે લાવવા માં આવ્યા, રાત્રી ના 11 વાગ્યા ના સુમારે મૃતદેહ ઘરે પહોંચતા પરિવાર સહિત આખા વિસ્તારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો..

વેરાવળ ના વિવેક અશોકભાઈ દુસારા અને તેની પત્ની ખુશાલીબેન બને ના મૃતદેહ ઘરે પહોંચ્યા હતા.

ઘટના ની કરુણતા એવી સર્જાઈ કે આ યુવક ના હજુ 2 માસ પૂર્વે જ લગ્ન થયા હતા..વ્હાલસોયો દીકરો કાળ નો કોળિયો બની ગયો છે એ વાત થી માતા અજાણ હતા અને અચાનક મૃતદેહ ઘરે આવતા માતા હતપ્રભ બની ગયા હતા..
અને પોતાને પણ મરી જવાનું સતત રટણ કરતાં કાળજું કંપી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

મૃતક યુવક ખાનગી બેન્ક માં સેલ્સ વિભાગ માં નોકરી કરતોહતો..

મૃતક ના પરિવાર માં માતા પિતા અને એક નાની બહેન છે.મૃતક ના પિતા ધોબીકામ કરતાં હતાં..
પરિવાર પર જાણે આભ ફાટી પડયું હોય તેવી કરુનંતીકા સર્જાઈ હતી.

અહેવાલ :- હુસેન ભાદરકા (ગીર-સોમનાથ)