રાજકોટ ની ઘટના બાદ જૂનાગઢ મહા નગર પાલિકા તંત્ર સફાળું જાગ્યું.

રાજકોટ ની ઘટના બાદ જૂનાગઢ મહા નગર પાલિકા તંત્ર સફાળું જાગ્યું.

જૂનાગઢઃ

 

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોલ, હાઈરાઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળોમાં બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી.ની સઘન ચકાસણી.

 

જુનાગઢ શહેરી વિસ્તારમાં બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા કુલ-૦૭ ટ્યુશન કલાસીસ ને સીલ કરવામાં આવ્યા, ફાયર શાખા દ્વારા શાળા, કોલેજ,હોસ્ટેલ ઇમારતો જેની હાઈટ ૧૫ મીટર કરતા વધુ હોય તેવી કુલ – ૪૨ (બેતાળીસ) શૈક્ષણિક ઈમારતોની ફાયર એન.ઓ.સી.બાબતની ચકાસણી કરી.

 

 

તા:૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોન માં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ ના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડાની સુચના અન્વયે જૂનાગઢ, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મોલ, હાઈરાઈઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળો અને જે જગ્યાએ વધુ લોકોને અવર જવર થતી હોય તેવા તમામ સ્થળો પર બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર, ફાયર એન.ઓ.સી. તેમજ મહાનગર પાલિકા ધ્વારા આપવામાં આવતા અલગ અલગ પરવાના તથા બિલ્ડીંગ સ્ટ્રકચર (કાયમી તથા હંગામી) વગેરે બાબતોની તપાસ/ ચકાસણી કરવામાં આવી રહી છે.

 

 

શહેર માં ચાલતા અન લીગલ ટ્યુશન કલાસીસ શીલ કરાયા..

 

શહેરમાં આજ રોજ તા:૦૧/૦૬/૨૦૨૪ ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા ૦૭ (સાત) ટ્યુશન કલાસીસ (૧) ભટૃસ કોમ્પ્યુટર એકેડમી (૨) માય કેલ્કુલસ વીઝા કલાસીસ (૩) સુરરંગ સંગીત કલાસ (૪) ટ્રાન્ઝ ગ્લોબ, આઈ.ઈ.એલ.ટી.એસ. સેન્ટર (૫)સારથી રીડીંગ ઝોન (૬) શીવાજી લાઈબ્રેરી (૭) શીવાજી લાઈબ્રેરીની બાજુમાં બંધ મિલકત (ટ્યુશન કલાસીસ) બી.યુ. સર્ટીફીકેટ ન ધરાવતા સીલની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ.

 

શહેરમાં આજ રોજ ફાયર શાખા દ્વારા શાળા,કોલેજ, હોસ્ટેલ ઇમારતો જેની હાઈટ ૧૫ મીટર કરતા વધુ હોય તેવી કુલ – ૪૨ (બેતાળીસ) શૈક્ષણિક ઈમારતોની ફાયર એન.ઓ.સી. બાબતની ચકાસણી પૂર્ણ કરેલ છે. તેમજ ફાયર એન.ઓ.સી. ચકાસણી દરમ્યાન મુદત વીતી ગયેલ ૧૧ (અગિયાર) શૈક્ષણિક ઈમારતોને ધોરણસરની નોટીસ આપવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

આગામી દિવસોમાં મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરમાં આવેલ ૯ મીટર થી ૧૫ મીટર સુધી હાઈટ સુધીની કોલેજો, પ્રાથમિક શાળા,હોસ્ટેલો વગેરે શૈક્ષણિક ઈમારતોમાં ફાયર એન.ઓ.સી. ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે એમ મનપા એ એક યાદીમાં જણાવેલ છે.

 

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)