રાજપારડી ખાતે દિલીપ છોટુભાઈ વસાવા દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી .

ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આજરોજ દિલીપ છોટુભાઈ વસાવા અને આદિવાસી આગેવાનો દ્વારા રાજપારડી ચંદ્રકાંત એંકલવ્ય સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેના ના કાર્યલય ખાતેથી રેલી સ્વરૂપે રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડા ચોક પર બીરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલહાર કરી ઉપસ્થિત લોકોને દિલીપ છોટુભાઈ વસાવા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતુ તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આદિવાસીઓના હક અને અધિકારની વાતો કરી હતી અને સરકાર ઉપર પ્રહાર કર્યા હતા તેમજ તમામ આદિવાસી સંગઠનોને એક મંચ પર આવી આદિવાસીઓની લડાઈ લડવા માટે આહવાન કર્યું હતું. ત્યારબાદ રાજપારડીથી તેઓ ભેગા થઈ ભરૂચ કલેકટર ઓફિસ ખાતે પહોંચી રાજ્યપાલને સંબોધીને આદિવાસીઓના હક અને અધિકાર માટેનું આવેદનપત્ર આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)